આગામી દિવાળી તહેવારને ધ્યાને રાખીને જીલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્રારા જુદાજુદા વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી બી ડિવિઝન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અધિકારીઓની હાજરીમાં પોલીસ જવાનો સહિતના દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું.