મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા તેમજ જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા રવાપર રોડ પર ધણાં સમયથી નાલુ નબળું હોવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને હમણાં તે નાલુ બનાવવાનું કામ ચાલું કરવામાં આવ્યું છે પણ તે નાલા પાસે કામ ચલાવ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે.
પણ એ ડાયવર્ઝન કહેવા પુરતો હોય તેવું લાગે છે કેમ કે, વરસાદ પડવાથી તે ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયું છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી વહાન ચાલકો સ્લીપ થઇ જાય તેવી પરિસ્થિતિ છે જેથી કરીને આમ આદમી પાર્ટી દ્વારા તે કામચલાઉ ડાયવર્ઝનને વહેલમાં વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો ત્વરિત કામ નહીં કરવામાં આવે તો ઉગ્ર રજૂઆત સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.