દ્વારકા જિલ્લાના 28 વષેના મોહમદ હુસૈનભાઈને ઘણા સમયથી ડાબી બાજુના પગમા કમરથી શરૂ થતો દુખાવો, નસમા કરંટ જેવી જણજણાટી તેમજ પગમા ખાલી ચડતી હતી અને ચાલવામાં અને બેસવામા પણ ખૂબજ તકલીફ થતી.

તેઓ દુખાવાથી ઘણા સમયથી પીડાતા હતાં માટે તેઓ આયુષ હોસ્પિટલ-મોરબી ખાતે ડો.પ્રતીક પટેલને બતાવવા માટેઆવેલ ડોક્ટરએ એમઆરઆઈ જોઈ કમરના મણકા પાછળ આવેલ ચેતા તંતુની ગાંઠ હોવાનુ નિદાન જણાવ્યુ તેમજ ઓપરેશનની સલાહ આપી હતી.આ જટિલ ઑપરેશન સફળતા પૂવર્ક કરતા ગાંઠને સમપૂણ પણે કાઢી મોહમદભાઈની તમામ તકલીફ તેમજ ચિંતા દૂર થઇ હતી.











