મોરબી જિલ્લામા અતિવૃષ્ટિ અને પાછોતરાં વરસાદના લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે અને મોટું નુકશાન થયેલ છે ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા માટે મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર મારફતે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે મોટું આર્થિક નુકસાન થયું છે.

અને પાક નિષ્ફળ ગયેલ છે તેમજ પાછોતરાં વરસાદથી પણ ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઇ ગયેલ છે જેથી કરીને મોરબી જિલ્લામાં મગફળી અને કપાસને મોટું અને ઘણા ખેડૂતોને તો પાક નિષ્ફળ ગયો છે.

જેથી કરીને દિવાળીએ ખેડૂતોના ઘરમાં હોળી જેવો માહોલ છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવેલ છે.









