ગુજરાતમાં દિપાવલીના તહેવાર નિમિત્તે રાજ્ય સરકારે કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર આપ્યા છે. તા.31-10ના ગુરુવારે દિવાળીની જાહેર રજા આવે છે અને તા.2-11ના શનિવારે નૂતનવર્ષ નિમિત્તે તથા તા.3-11ના રવિવારે ભાઇબીજની રજા જાહેર થઇ છે.

પરંતુ તા.1-11ના રોજ ધોખો હોવાથી તે દિવસે સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી પરંતુ કર્મચારીઓ તહેવાર માળી શકે તે હેતુથી તા.1-11ના શુક્રવારે રાજ્ય સરકારની તમામ કચેરીઓ, બોર્ડ નિગમ, મહાનગરપાલિકા સહિતના સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તા.1-11ના શુક્રવારે રજા પાળશે.

જેના બદલામાં તા.9-11ના દિવસે બીજા શનિવારની જે રજા હોય છે તે દિવસે સરકારી કચેરીઓ ચાલુ રહેશે. આમ સરકારે એક દિવસની રજા એક્સચેન્જ કરી છે. જો કે તા.1-11ની રજા નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ જાહેર કરાયેલ નથી તેથી બેન્કો તા.1-11ના શુક્રવારે ચાલુ રહેશે.










