Tuesday, March 25, 2025
HomeFeatureગુજરાતધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

ગુજરાતધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સાયન્સની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. મંગળવારથી શરૂૂ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 30 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ફરજિયાત ઓનલાઈન જ ભરવાના રહેશે. જોકે, ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે આગામી દિવસોમાં ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે.

આ પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આમ, હવે સત્તાવાર રીતે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે મંગળવારના રોજથી ઓનલાઈન આવેદનપત્રો ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી 30 નવેમ્બર સુધી ચાલશે. 30 નવેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારાશે.

ધોરણ-12 સાયન્સના તમામ નિયમિત વિદ્યાર્થીઓ તથા રિપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઈન જ ભરવાના રહેશે. બોર્ડ દ્વારા ફોર્મ ભરવાને લઈને જરૂૂરી સુચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

જેથી તેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના રહેશે તેમ જણાવાયું છે. જ્યારે ધોરણ-10માં તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના જેમાં નિયમિત, રિપીટર, પૃથ્થક, ૠજઘજ નિયમિત તથા ૠજઘજ રિપીટર વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ફરજિયાત ઓનલાઈન જ ભરવાના રહેશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સાયન્સની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવ્યા બાદ હવે આગામી દિવસોમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. ધોરણ-10ની પરીક્ષા માટે નિયમિત વિદ્યાર્થીઓએ રૂૂ. 405 ફી ભરવાની રહેશે. જ્યારે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના નિયમિત વિદ્યાર્થીઓ માટેની ફી પણ રૂૂ. 405 નક્કી કરાઈ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!