Tuesday, February 18, 2025
HomeFeatureઅમિત શાહે પોતાના જન્મદિવસ પર 6.5 કરોડ પરિવારોને આપી મોટી ભેટ! જીવન...

અમિત શાહે પોતાના જન્મદિવસ પર 6.5 કરોડ પરિવારોને આપી મોટી ભેટ! જીવન બદલાઈ જશે

તેમના જન્મદિવસ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના 6.5 કરોડ પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા આ પરિવારોને ટૂંક સમયમાં સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મંગળવારે તેમના જન્મદિવસ નિમિત્તે કરોડો પરિવારો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 6.5 કરોડ પરિવારોને તેમની મહેનતનો પૂરો લાભ નથી મળી રહ્યો. આવા પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવા માટે તેમને ટૂંક સમયમાં સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે.

અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે, દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા 6.5 કરોડ ગ્રામીણ પરિવારો સહકારી ક્ષેત્રની બહાર છે અને યોગ્ય ભાવ ન મળવાને કારણે શોષણનો સામનો કરી રહ્યા છે. ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા આઠ કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર 1.5 કરોડ જ સહકારી ક્ષેત્રનો હિસ્સો છે.

તેમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ને ડેરી સાથે સંકળાયેલા લોકોને તેમની પેદાશોની સંપૂર્ણ કિંમત મળે તેની ખાતરી કરવા જણાવ્યું હતું.કેન્દ્રીય સહકાર મંત્રીએ NDDBના હીરક જયંતિ વર્ષ અને અમૂલ સહકારીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના આણંદમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

તેમણે કહ્યું કે, આજે આઠ કરોડ ગ્રામીણ પરિવારો દરરોજ દૂધનું ઉત્પાદન કરે છે, પરંતુ માત્ર 1.5 કરોડ જ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. મતલબ કે બાકીના 6.5 કરોડનું હજુ પણ શોષણ થઈ રહ્યું છે. તેમને વાજબી ભાવ નથી મળતા અને ઘણી વખત દૂધ ફેંકી દેવું પડે છે.

તેમણે કહ્યું કે અમારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે, સહકારી ક્ષેત્ર દ્વારા તમામ આઠ કરોડ ખેડૂતોને તેમની મહેનતનું પૂરેપૂરું મૂલ્ય મળે અને NDDBએ આ દિશામાં આગળ વધવું જોઈએ.

શાહે કૈરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના સ્થાપક અને NDDBની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવનાર ત્રિભુવનદાસ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરી તરીકે ઓળખાય છે.

ગાંધીનગરના સાંસદ અમિત શાહે યાદ અપાવ્યું કે, PM લાલ બહાદુર શાસ્ત્રીએ 1964માં અમૂલની મુલાકાત લીધી હતી અને નક્કી કર્યું હતું કે આ વિચાર, ખ્યાલ અને સફળ પ્રયોગથી દેશભરના ખેડૂતોને ફાયદો થશે. આ પછી આણંદમાં NDDBની સ્થાપના કરવામાં આવી. શાહે કહ્યું કે, અમૂલ અને NDDBના ઉત્પાદનોમાં કોઈ ભેળસેળ નથી, કારણ કે આ સંસ્થાઓના માલિકો ખુદ ખેડૂતો છે. અમારો ઉદ્દેશ્ય આવા પ્રયાસો દ્વારા સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો પહોંચાડવાનો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!