Saturday, November 9, 2024
HomeFeatureગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રીય' હવામાન વિભાગની ખેડૂતોની ઊંઘ ઉડાવે તેવી આગાહી

ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રીય’ હવામાન વિભાગની ખેડૂતોની ઊંઘ ઉડાવે તેવી આગાહી

રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાનાં કારણે બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યનાં ફરી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી જવા પામી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સિવાયનાં અન્ય જીલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારે અમદાવાદમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરનાં કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાનાં કારણે બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ ઉત્તર-પૂર્વ થી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાવવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. 22 મી એ સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા તા. 22 નાં રોજ રાજ્યનાં દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રનાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી

તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હવામાન વિભાગ મંગળવારે વરસાદની આગાહી કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!