Friday, March 21, 2025
HomeFeatureમોરબી સબ જેલમાં બંદીવાન ભાઇ-બહેનો માટે મેડિકલ કેમ્પ યોજાયોમોરબી સબ જેલમાં બંદીવાન...

મોરબી સબ જેલમાં બંદીવાન ભાઇ-બહેનો માટે મેડિકલ કેમ્પ યોજાયોમોરબી સબ જેલમાં બંદીવાન ભાઇ-બહેનો માટે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી સબ જેલમાં બંદીવાન ભાઇ અને બહેનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કેમ્પ મોરબી સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. પ્રદીપ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ રાખવામા આવેલ હતો અને આ તકે ડો.અતુલ ભોરણીયા (ફિઝીશિયન), ડો.ધર્મેશ જાલન્ધ્રા (ઓર્થોપેડીક સર્જન), ડો,નિશીત પટેલ (જનરલ સર્જન), ડો.હિરલ ભાલોડીયા (ઓપ્થોમોલોજી), ડો.સાજન નામેરા (ઈ.એન.ટી), ડો.સેજલ ભાડજા(ડર્મેલોજીસ્ટ), ડો.ભવ્ય ભાલોડીયા (ફિઝીસીસ્ટ) હાજર રહ્યા હતા મેડીકલ કેમ્પ અંતર્ગત 250 જેટલા બંદીવાનોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે જેલ અધિકક્ષક એસ.વી.ચુડાસમા, જેલર એ.આર.હાલપરા તથા તમામ જેલસ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!