Tuesday, January 14, 2025
HomeFeatureજતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો...

જતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યા

ખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલારૂપી ઘાસચારો પણ સળી ગયો. મોંઘા ભાવના બિયારણ,ખાતર દવા અને મજૂરીના મસમોટા ખર્ચા સામે ઉપજ ઝીરો થતા ખેડૂતોના અરમાનો રોળાઈ ગયા છે, સરકાર તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને સહાય કરે તો જ શિયાળું પાકનું ખેડૂતો વાવેતર કરી શકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ૧૫૦ ટકા જેટલો વરસાદ પડ્યો જેથી પેલાંથી જ પાકનું ચિત્ર ધૂંધળું થઈ ગયું હતું. તેમ છતાં ખેડૂતોએ મહામૂલી દવાઓ, ખાતર પાક પર નાખી થોડો ઘણો પાક બચાવ્યો હતો. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર સાથે રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે મગફળી, સોયાબીન, કપાસ અડદ, મગ જેવા પાકનો સોથ વળી ગયો છે.

મગફળી અને સોયાબીનના પાક તો મોટાભાગના ખેડૂતોએ લણી લઈને પાથરારૂપી ખેતરોમાં સુકાવવા રાખ્યા હતાં તેના ઉપર સતત પડી રહેલા વરસાદને કારણે પાથરા સળી ગયા તેમાં ફૂગ થઈ ગઈ. અને બીજા પાકો જેમાં કપાસ તો ભારે પવન સાથે વરસાદને કારણે ભાંગી ગયો. આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે તાત્કાલીક સર્વે કરી સહાય ચુકવવાની માંગ કરી રહ્યા છે. અને જો સરકાર દ્વારા સહાય ચુકવવામાં નહી આવે તો શિયાળું પાકનું વાવેતર શક્ય જ નથી.

અવિરતપણે વરસેલા વરસાદના પગલે મગફળી, સોયાબીન જેવા પાકોમાં ફૂગ વળી ચુકી છે જેથી પાક નિષ્ફળ થયો છે અને પશુઓ માટે ઘાસચારો પણ ખેડૂતોને હાથમાં આવે તેમ નથી, પવન સાથે સતત વરસાદના પગલે કપાસનો પાક ખરી ગયા સાથે ઢળી ચુક્યો છે,જેથી ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ થઈ છે.

કુદરતી આકાશી આફતથી ખેડૂતોના ખેતરોમા વરસાદે વિનાશ વેંર્યો છે, ત્યારે જેતપુર પંથકના ખેડૂતોના લણવાની તૈયારીમાં જ હતો ત્યારે જ અવિરતપણે વરસાદ વરસતા પાકના પાથરા પાણીમાં ગરકાવ થઈ જતા, મગફળી, સોયાબીન,કપાસ,સહિતના પાકો નાશ પામ્યા છે, જેથી ખેડૂતોની સ્થિતિ દયનિય અને કફોડી થઈ હોવાથી દિવાળી પહેલા સરકાર નુક્શાનીનો સર્વે કરી સહાય ચૂકવે તો જ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે તેમ છે.

એક તો અતિવૃષ્ટિ અને હવે કમોસમી વરસાદે ખેડૂતોને કમર ભાંગી નાખી છે ત્યારે સરકાર દિવાળી પહેલા જો સહાય ચૂકવે તો જ ખેડૂતો બેઠો પાર થાય નહીંતર ખેડૂતોની દિવાળી બગડશે તે નિશ્ચિત છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!