ચોમાસાએ તો યુ ટર્ન લીધો: ભારતમાં આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં પણ ઝપટમાં આવી જશે

આગામી બે દિવસ કેટલાય રાજ્યોમાં ચોમાસાની વાપસીની સંભાવના છે. આવા રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા અને આસામના નામ આવે છે.

આગામી 24 કલાકની અંદર તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તટીય આંધ્ર પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. તેલંગાણા અને કોંકણ તથા ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે બે વારમાં ભારે વરસાદ થઈ શકે છે.

વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ પૂર્વી રાજસ્થાન, લક્ષદ્વીપ અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં હળવો વરસાદ થઈ શકે છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બિહાર, ઝારખંડના બાકીના ભાગમાં પરત ફર્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશના અમુક ભાગ, ઓડિશાના બાકીના ભાગ અને આસામ અને મેઘાલયના અમુક ભાગ સાથે બંગાળના ઉત્તર પશ્ચિમી ખાડીથી પરત ફરી ગયું છે.

આગામી બે દિવસમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના બાકીના વિસ્તાર અને મહારાષ્ટ્રના અમુક વિસ્તાર તથા બંગાળની ઉત્તરી ખાડીથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું પરત ફરવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

મધ્ય અરબ સાગર પર બનેલા લો પ્રેશરવાળા ક્ષેત્ર ડિપ્રેશનમાં બદલી ચૂક્યું છે. આગામી બે દિવસ દરમ્યાન તેના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ઓમાન તટ તરફ આગળ વધવાની આશા છે.

error: Content is protected !!
Exit mobile version