ગૌ રક્ષક સેના દ્વારા કલેકટર તંત્રને અપાયું આવેદનપત્ર
ગૌમાતાને રાજમાતા-રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી ઉઠાવી રાજકોટ જિલ્લા ગૌ રક્ષક સેના દ્વારા આ અંગે કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે ગૌ રક્ષક સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ પટેલ પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ ડાંગર ઉપાધ્યક્ષ મનીષભાઈ ચાવડા તથા અધ્યક્ષ બિપીનભાઈ સાટીયાએ આ અંગે જણાવ્યું છે કે હિન્દુ ધર્મના ચારેય મઠના ગુરૂઓ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજય સરકાર દ્વારા આ બાબતે પગલા લેવા જરૂરી છે.

તેઓએ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં? ગૌ માતા તરીકે સ્વીકારવા કાર્યવાહી કરવા તેઓએ રજૂઆત કરી છે.











