ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એકસપ્રેસ’ માટે માનસી પારેખને બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ ‘કાંતારા’ માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ એકટરનો એવોર્ડ: મ્યુઝીક ડાયરેકટર એ.આર.રહેમાન, એકટર મનોજ બાજપેઈ, એકટ્રેસ નીના ગુપ્તા, સહિતના કલાકારો-કસબીઓ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
મંગળવારે અત્રે વિજ્ઞાન ભવનમાં 70 માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન થયુ હતું. જયાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સિનેમાનાં દિગ્ગજ સ્ટાર્સને સન્માનિત કર્યા હતા. આ તકે બોલીવુડ સ્ટાર મિથુન ચક્રવર્તીને પણ તેમના ફિલ્મ ઉદ્યોગમાં પ્રદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
ઋષભ શેટ્ટીએ બેસ્ટ એકટરનો એવોર્ડ જીતતા જણાવ્યું હતું કે હું આ એવોર્ડ જીતીને ખુબ જ ખુશી અને ગર્વ અનુભવુ છું.કારણ કે આથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ઓળખ મળશે.આથી પ્રાદેશીક સિનેમા જગતના યુવા કલાકારો અને ફિલ્મ મેકર્સને પ્રોત્સાહન મળશે અને તેઓ પણ રાષ્ટ્રીય ઓળખ માટે બહેતર પ્રદર્શન માટે ઉત્સાહીત થશે.
તેમણે વધુમા જણાવ્યું હતું કે મને અને મારા સમકાલીન કલાકારોને તે આગળ વધવાની તક આપે છે. કારણ કે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવો જેટલી સન્માનની વાત છે. એટલી જ મોટી જવાબદારી છે.
જયારે મિથુન ચક્રવર્તી પોતાના હાથમાં આર્યબ્રેસની સાથે પહોંચ્યા હતા.કેટલાંક દિવસો પહેલા તેના હાથમાં ઈજા થઈ હતી. દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત મિથુને જણાવ્યું હતું કે હું ભગવાનને ખુબ જ ફરીયાદ કરતો હતો કે તમે મને નામ અપાવ્યું પ્રસિધ્ધિ અપાવી પણ પણ આટલી તકલીફ શા માટે દઈ રહ્યો છે.
કારણ કે મને બધુ મળ્યુ પણ કોઈપણ થાળીમાં પીરસીને નહોતું મળ્યુ પણ આ એવોર્ડ મળ્યા બાદ મેં ફરીયાદ કરવાનું છોડી દીધુ છે. થેન્કયુ ભોલેનાથ. કોલકતામાં મારૂ એક જુનુ મંદિર છે કેટલાય વર્ષો મેં તે મંદિરની સેવા કરી મે તેમને થેન્કયુ કહ્યું કારણ કે ભગવાન આપે મને વ્યાજ સાથે બધુ પરત આપ્યુ છે.
આ ફિલ્મોના નામે રહ્યો 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
* બેસ્ટ ફિચર ફિલ્મ-અટ્ટમ (મલયાલમ)
* બેસ્ટ હિન્દી ફિલ્મ- ગુલમોહર
* બેસ્ટ ડાયરેકટર-સૂરજ બડજાત્યા (ઉચાઈ)
* બેસ્ટ મ્યુઝિક ડાયરેકટર (બેક ગ્રાઉન્ડ) એ.આર. રહેમાન (પોન્નીયન સેલ્વન-1)
* બેસ્ટ પોપ્યુલર ફિલ્મ એવોર્ડ કાંતારા (ઋષભ શેટ્ટી)
* બેસ્ટ ફીચર ફિલ્મ ઓન નેશનલ, સોશ્યલ ઈશ્યુ કચ્છ એકસપ્રેસ (ગુજરાતી)
* બેસ્ટ કન્નડ ફિલ્મ-કેજીએફ ચેપ્ટર-2
* બેસ્ટ તમિલ ફિલ્મ-પોન્નીયન સેલ્વન-1
* બેસ્ટ તેલુગુ ફિલ્મ-કાર્તિકેય-2
* બેસ્ટ એકટર-ઋષભ શેટ્ટી (કાંતારા)
* બેસ્ટ એકટ્રેસ નિત્યા મેનન (થિરૂચિત્રમ્બલમ) અને માનસી પારેખ (કચ્છ એકસપ્રેસ)
* સ્પેશ્ય લ મેન એવોર્ડ મનોજ બાજપેયી (બેસ્ટ એકટર-ગુલમોહર)
* બેસ્ટ એકટ્રેસ ઈન સપોર્ટીંંગ રોલ-નીની ગુપ્તા (ઉંચાઈ)
* બેસ્ટ એકટર ઈન સપોર્ટીંગ રોલ- પવન રાજ મલ્હોત્રા (પૌજી, હરિયાણવી ફિલ્મ)
* બેસ્ટ પ્લેબેક સિંગલ (ફીમેલ) બોમ્બે જયશ્રી (સઉદી વેલડકા)
* બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) અરિજીતસિંહ (કેસરિયા, બ્રહ્માસ્ત્ર)
* બેસ્ટ મ્યુઝિક એવોર્ડ પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
* બેસ્ટ ફિલ્મ (એવીજીસી) અયાન મુખર્જી (ફિલ્મ બ્રહ્માસ્ત્ર)