Saturday, November 9, 2024
HomeFeatureરાજ્યમાં વિકાસના સપ્તાહની ભવ્ય ઉજવણી...અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા આઇકોનિક સ્થળોને ભવ્ય રોશનીથી...

રાજ્યમાં વિકાસના સપ્તાહની ભવ્ય ઉજવણી…અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા આઇકોનિક સ્થળોને ભવ્ય રોશનીથી શણગારાયા

ગુજરાત સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટબર સુધી રાજ્યમાં વિકાસના સપ્તાહની ઉજવણીનો શુૃભારંભ કરવામાં આવ્યો છે.

ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે અંબાજી મંદિર, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા આઇકોનિક સ્થળોને ભવ્ય રોશનીથી આજે શણગારવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી.

આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે.

નવરાત્રિના પાવન પર્વે અંબાજી મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં મંદિર ખાતે કરવામાં આવેલી રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગથી દિવ્યતાનો અહેસાસ થઈ રહ્યો છે.

તેવી જ રીતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટ ખાતે તથા વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા ધરતીકંપના પીડિતોને સમર્પિત એવા ભુજના સ્મૃતિવન સ્મારક અને મ્યુઝિયમની ઇમારતને પણ રોશનીથી શણગારવામાં આવી છે.

અહીં કરવામાં આવેલી સુંદર અને અદ્ભુત રોશની, મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!