હરિયાણાના જલેબી રાજકારણનો મુદ્દો ગુજરાતમાં પહોચ્યો છે. હરિયાણામાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જલેબીથી ઉજવણી કરાઇ છે. કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરી છે. ગાંધીનગર: હરિયાણાના જલેબી રાજકારણનો મુદ્દો ગુજરાતમાં પહોચ્યો છે. હરિયાણામાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જલેબીથી ઉજવણી કરાઇ છે. કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરી છે. જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલય મંગાવાઈ હતી. પ્રદેશ ભાજપના આગેવાનોએ જલેબી ખવડાવીને ઉજવણી કરી હતી.
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેકટરી નાંખવાની જાહેરાત કરી હતી, ત્યારે હરિયાણાના પરિણામો બાદ સી.આર પાટીલે ઉજવણી કરી છે. સી.એમ. ભૂપેન્દ્ર પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલાએ જલેબી ખવડાવીને ઉજવણી કરી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરે છે કે રાજ્યમાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. એક્ઝિટ પોલના પરિણામોથી વિપરિત કોંગ્રેસ રાજ્યમાં બહુમતીના આંકડાથી દૂર જણાઈ રહી છે.
ચૂંટણી પંચ અનુસાર, ભાજપે 49 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 36 બેઠકો મળી છે. જો કે 3 બેઠકો પર હજુ પણ આગળ-પાછળની લડાઈ ચાલી રહી છે. જ્યારે ઇનેલોએ બે બેઠકો પર જીત મેળવી છે, જ્યારે અપક્ષોએ 3 બેઠકો પર જીત મેળવી છે.