(વાંકાનેર ) બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાં ખેડૂત ઇમરાન રસુલભાઈ ભોરણીયા દ્વારા અંદાજે 400 મણ જેટલી ડુંગળીનો જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો, હોય જે ડુંગળીના જથ્થાને આરોપી ૧). સબીરહુસેન અબ્દુલભાઈ શેરસીયા(રહે. પંચાસર), ૨). જાબીર સાજીભાઈ બાદી (રહે. પાંચદ્વારકા) અને ૩). નઝરૂદ્દીનભાઈ અલીભાઈ બાદી (રહે. મહીકા) દ્વારા ગત શુક્રવાર રાત્રીના ટ્રકમાં ભરી ચોરી કરી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વેંચાણ કરેલ હોય, જે ત્રણેય આરોપીઓને પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ઝડપી ડુંગળીના વેચાણની રોકડ રકમ રૂ. 3,11,730, એક ડુંગળીનો કટ્ટો તથા અશોક લેલન્ડ ટ્રક ન. GJ 36 T 5816 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. વી. ઘેલા, એએસઆઇ જનકભાઈ પટેલ, હેડ કો. મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદિપસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, કો. ધર્મરાજભાઈ ગઢવી, તાહજુદ્દીનભાઈ શેરસીયા, દર્શિતભાઈ વ્યાસ, દિનેશભાઈ સોલંકી, માલાભાઈ ગાંગીયા, ભરતભાઈ દલસાણીયા, હીતેન્દ્રસિંહ ઝાલા સહિતના રોકાયા હતા (રિપોર્ટ : અજય કાંજીયા)











