હાલ ચાલતા પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ગરબીઓના આયોજન કરવામાં આવે છે, ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબા આયોજનોના પગલે મહિલાઓની સુરક્ષા માટે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા કમર કસી ટ્રેડિશનલ ડ્રેસ સાથે SHE ટીમ તૈયાર કરી વિવિધ ગરબીઓમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે
નવરાત્રિમાં પોતાની શેરી કે સોસાયટીમાં ગરબા રમવા જતી યુવતીઓની આવારા રોમિયો દ્વારા છેડતીના બનાવો રોકવા વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા અને પીએસઆઇ ડી. વી. કાનાણી દ્વારા કમર કસી ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહીલા SHE ટીમ તૈયાર કરી ગરબીઓમાં મહિલાઓની સુરક્ષા માટે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસની આ SHE ટીમ ગરબીઓમાં જતી મહિલાઓની સુરક્ષા માટે આવારા તત્વો પર વોચ ગોઠવી ખડેપગે રહી સુરક્ષિત, શાંત અને ઉલ્લાસભેર તહેવારના આયોજનન જવાબદારી પોલીસે સ્વીકારી છે

વાંકાનેર શહેર પોલીસ દ્વારા શહેરમાં નવરાત્રી તહેવારમાં કોઈ કાળે આવા લુખ્ખા તત્વો હવનમાં હાડકાં નાખે નહિ અને હિન્દુ સમાજની બાળાઓ, મહિલાઓ સુરક્ષિત બની ગરબે ઘૂમી શકે તે માટે વાંકાનેર ડિવિઝન ના DYSP સમીર સારડાના (માર્ગદર્શન હેઠળ PI એચ.વી. ઘેલા PSI ડી.વી. કાનાણી દ્વારા એક્શન પ્લાન કબનાવી મહિલા પોલીસ કર્મીઓને જ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ મહિલાઓ સાથે ગરબે ઘૂમશે અને તે દરમ્યાન આસપાસ જો કોઈ આવા લેભાગુ તત્વો નજરે ચડશે તો તેને પકડી કાયદાના પાઠ • ભણાવવામાં આવશે (રિપોર્ટ : અજય કાંજીયા, વાંકાનેર)











