Saturday, November 9, 2024
HomeFeatureવાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું

વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું

નાટક થકી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક, ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, જીવનમાં સ્વચ્છતાનું મહત્વ સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા વાંકાનેર ખાતે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોક જાગૃતિના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના ઉપક્રમે સહયોગ ટ્રસ્ટના કલાકારોની ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા વિષય પર જાગૃતિના ભાગ રૂપે શેરી નાટકો ભજવવામાં આવ્યા હતા.

નાટક એ આજે પણ અસરકારક જીવંત માધ્યમ છે. લોક ભોગ્ય બોલી અને છટાદાર જરૂઆત કરી શેરી નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક, ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, જીવનમાં સ્વચ્છતાનું મહત્વ જેવા અસરકારક મુદાઓને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા.

નાટકના કલાકારો દ્વારા સ્વચ્છતાની જાળવણી માટે લોકોને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સહયોગ ટ્રસ્ટ તથા આ નાટકના કલાકારોને પ્રમાણપત્ર આપી તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત સર્વોએ સ્વચ્છતા સપથ પણ લીધા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!