Saturday, November 9, 2024
HomeFeatureગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમીશું’ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને...

ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમીશું’ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને શબ્દોથી ધોઈ નાખ્યા

મોડે સુધી ગરબા રમવાના પ્રશ્ને સવાલો ઉઠાવનારાને ટોણો મારતા યુવા મંત્રી

નવરાત્રીમાં ગરબા રમવાની  છુટને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ  આખી રાત ગરબા રમવાની છુટ આપી હતી તેમણે જાહેરાત કરી હતી કે, ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું સરકારે આયોજન કર્યુ છે.

ત્યારે પોલીસે જાહેરનામુ બહાર પાડયુ હતુ તેમાં પોલીસે 12 વાગ્યા સુધીની છુટ આપી હતી જેને લઈને વિેડંબણા ઉભી થઈ હતી ત્યારે ગત રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હુંકાર કરતા કહ્યુ હતુ કે, મોડે સુધી ગરબા રમવાની મંજૂરી આપી તો કેટલાક લોકોના પેટમાં દુખવા માંડ્યુ , મારા ગુજરાતી ભાઈઓ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમશે?

ગુજરાતીઓ સાવરે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે, ત્યારે આ મામલે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરે  પણ ગતરોજ નિવેદન આપ્યું હતુ જેમાં તેમને હર્ષ સંઘવીની આ છુટ મામલે સવાલ ઉઠાવ્યા હતા તેમજ સવાર સુધી ગરબા રમાડવામાં ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા સાચવવા માટે સક્ષમ નથી તેમ પણ જણાવ્યું હતું.

નવરાત્રીના પહેલા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ  ગાંધીનગરમાં ગરબાના ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સ્થળોએ જઈને નોરતાની તૈયારીઓ પર નજર મારી હતી. હાલ એમના નિવેદનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

ગરબામાં ખેલૈયાઓ વચ્ચે પહોંચેલા હર્ષ સંઘવીએ હુંકાર ભરીને કહ્યું હતું કે ગરબા ગુજરાતમાં નહીં, તો શું પાકિસ્તાનમાં રમીશું? હર્ષ સંઘવીએ કહ્યું કે, સરકારે તમને મોડે સુધી ગરબા રમવા દેવાની છૂટ આપવાની વાત કરી તે સાંભળીને અનેક લોકોના પેટમાં પેટમાં દુખવા માંડ્યું, એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે?

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!