જો તમે તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર સુકન્યા સમૃદ્ધિ યોજના પર ધ્યાન આપવું જોઈએ. દીકરીના ભવિષ્ય માટે આ યોજના ખૂબ જ લોકપ્રિય છે.

પણ જે લોકો રોકાણ કરી ચૂક્યા છે અને જે લોકો રોકાણ કરવાના છે તેઓએ આ યોજનાના નવા નિયમો વિશે જાણવું જરુરી છે. સપ્ટેમ્બર પુરો થઈ ગયો અને ઓક્ટોબર શરૂ થઈ ગયો છે.

નવા મહિનાની શરૂઆત સાથે 1 ઓક્ટોબરથી સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, SSYનું ખાતું ફક્ત પુત્રીના માતા-પિતા અથવા તેના કાયદાકીય વાલી દ્વારા જ ખોલી શકાશે અથવા સંચાલિત કરી શકાશે.

મતલબ કે, હવે દીકરીના દાદા દાદી કે અન્ય સંબંધીઓ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે નહીં. નવા નિયમ મુજબ, જો પુત્રીનું સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કોઈ વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું હોય અને તે તેના કાયદેસર વાલી નથી.

આવી સ્થિતિમાં, તેઓએ આ એકાઉન્ટ પુત્રીના કાનૂની વાલી અથવા માતાપિતાને ટ્રાન્સફર કરવું પડશે. જો આમ ન કરવામાં આવે તો ખાતું બંધ થઈ શકે છે.


