Sunday, October 13, 2024
HomeFeatureઆજથી બદલી ગયા પીપીએફ, આધાર અને વીમા સાથે જોડાયેલા અનેક નિયમો

આજથી બદલી ગયા પીપીએફ, આધાર અને વીમા સાથે જોડાયેલા અનેક નિયમો

ઈલેકટ્રીક વ્હીકલ ખરીદવા પર સરકાર આપશે સબસીડી: પોલિસી સરન્ડર કરવાથી મળશે વધુ રિફંડ: પીપીએફ એનએસસીનાં દરો નથી વધારાયા: પાન અને આધારકાર્ડથી જોડાયેલા નિયમો બદલાયા

આજથી નવો મહિનો શરૂ થઈ ગયો છે.આ મહિને અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારો આધારકાર્ડ, એસટીટી, ટીડીએસ અને પ્રત્યક્ષ કર સાથે જોડાયેલા નિયમો સામેલ છે. આ ઉપરાંત પીપીએફ અને સુકન્યા સમૃધ્ધિ યોજનાના નિયમોમાં પણ પરિવર્તન થયા છે.

પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે જોડાયેલા નિયમો બદલાયા

કેન્દ્રીય બજેટ 2024 માં એ જોગવાઈને રદ કરવાનો પ્રસ્તાવ રખાયો હતો જે આધાર નંબરના બદલે આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉલ્લેખ કરવાની મંજુરી આપે છે.આ નિયમનો ઉદેશ એ છે કે પાન કાર્ડનાં દુરૂપયોગને રોકવાનો છે.

આજથી કોઈપણ પાન એલોટમેન્ટ માટે આવેદન પત્ર અને પોતાનાં આવકવેરા રિટર્નમાં પોતાના આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉલ્લેખ નહિં કરી શકે.

એકથી વધુ પીપીએફ ખાતાધારકો ધ્યાનમાં લે

સગીરના નામે ખોલવામાં આવેલ અનિયમીત પીપીએફ ખાતા પર બચતખાતાનું વ્યાજ મળશે. જયાં સુધીમાં તે 18 વર્ષનાં નથી થઈ જતા જો એકથી વધુ પીપીએફ ખાતુ હોય છે તો માત્ર એક પર જ વ્યાજ મળશે.

ઈવી ઈલેકટ્રીક વાહન ખરીદવા પર સરકાર આપશે સબસીડી

ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 1 ઓકટોબરથી પીએમ ઈ-ડ્રાઈવ સ્કીમ લાગુ થવા જઈ રહી છે. જેના પર સરકાર 10,900 કરોડ રૂપિયા ખર્ચ કરશે.પીપીએફ એનએસસીનાં વ્યાજ દરો નથી વધારવામાં આવ્યા.

પોલીસી સરેન્ડર પર મળશે વધુ રીફંડ

લાઈફ ઈુસ્યોરન્સ સાથે જોડાયેલા કેટલાંક નિયમ આજથી બદલવા જઈ રહ્યા છે. નવા નિયમોથી પોલીસી સરન્ડર કરનારાઓને વધુ રીફંડ મળશે.

મોબાઈલવાળાઓ માટે સુવિધા વધી

ટ્રાઈના નિયમ મુજબ હવે મોબાઈલનો ઉપયોગ કરનારાઓ પોતાના ક્ષેત્રમાં ઉપલબ્ધ નેટવર્કની જાણકારી મેળવી શકશે અને સ્પામ (બોગસ) એટલે કે જાસો આપનારા કોલ્સ ઓછા થઈ જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!