Sunday, October 13, 2024
HomeFeatureમોટા સમાચાર: અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસે ગાઈડલાઈન જાહેર કરી, રાતે 12 વાગ્યા...

મોટા સમાચાર: અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસે ગાઈડલાઈન જાહેર કરી, રાતે 12 વાગ્યા સુધી જ વગાડી શકશો લાઉડ સ્પીકર

અમદાવાદ શહેરમાં યોજાનાર નવરાત્રિનાં મહોત્વસને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ સૂચનો જાહેર કરાયા છે. ખાસ કરીને શહેરનાં એસજી હાઈવે અને રિંગ રોડ આસપાસ થતા કોમર્શિયલ ગરબાઓને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ છે.

અમદાવાદમાં યોજાનાર નવરાત્રિ મહોત્વસને લઈ પોલીસે ખાસ સૂચનો જાહેર કર્યા છે. ખાસ કરીને એસજી હાઈવે અને રિંગ રોડ આસપાસ થતા કોમર્શિયલ ગરબાને લઈ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. CCTV કેમેરા, વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે.

લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાત્રે 12 વાગે સુધી જ રહેશે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસને ગરબાનાં આયોજન માટે 80 જેટલી અરજીઓ મળી છે. પોલીસ અધિકારીઓ નવરાત્રિ દરમિયાન બંદોબસ્તમાં તૈનાત રહેશે.

રાત્રિનાં સમયે મહિલાઓની સલામતી માટે સી ટીમ પણ કાર્યરત રહેશે. અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ હેલ્પ લાઈન સતત કાર્યરત રહેશે.

અમદાવાદ શહેરમાં યોજાનાર નવરાત્રિનાં મહોત્વસને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ સૂચનો જાહેર કરાયા છે. ખાસ કરીને શહેરનાં એસજી હાઈવે અને રિંગ રોડ આસપાસ થતા કોમર્શિયલ ગરબાઓને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસને ગરબાનાં આયોજન માટે 80 જેટલી અરજીઓ મળી છે, જેની મંજૂરીની પ્રક્રિયા શરૂ છે.

નવરાત્રી આડે એક દિવસ બાકી હોવા છતાં કોઈ પણ પાર્ટીનાં આયોજકોને પરમિશન આપી નથી. શહેર પોલીસના 14 હજારથી વધુ અધિકારીઓ કર્મચારીઓ નવરાત્રિ દરમિયાન બંજોબસ્તમાં તૈનાત રહેશે.

રાત્રિનાં સમયે મહિલાઓની સલામતી માટે સી ટીમ પણ કાર્યરત રહેશે, સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસની ગાઈડલાઈન અનુસરવી પડશે.

સીસીટીવી કેમેરા, વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે. મહિલાઓ માટે મહિલા સ્વંય સેવકો રાખવા પડશે. લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાત્રે 12 વાગે સુધી જ રહેશે. તેવામાં અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ હેલ્પ લાઈન સતત કાર્યરત રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!