ભાજપ નેતા ચિંટૂનું કહેવું છે કે, આધાર કાર્ડને એડિટ કરી શકાય છે. અમુક બિન હિન્દુ ગરબામાં આવીને તિલક પણ લગાવશે. તેમણે કહ્યું કે, આ કારણે દર વર્ષે કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
નવરાત્રી આવી રહી છે. દેશના અલગ અલગ ભાગમાં તેને ધૂમધામથી મનાવાની તૈયારી ચાલી રહી છે. આ તૈયારીઓની વચ્ચે મધ્ય પ્રદેશા ઈન્દોરમાં આ નવરાત્રી ગરબા ઉત્સવમાં ઈન્દોરના ભાજપ જિલ્લા અધ્યક્ષ ચિંટૂ વર્માએ એક અનોખો આઈડીયા આપ્યો છે.
તેમણે કહ્યું કે, ગરબા પંડાલમાં આવતા દરેક વ્યક્તિને ગૌમૂત્ર પીવડાવામાં આવે. તેમનો તર્ક છે કે હિન્દુઓને ગૌમૂત્ર પીવામાં કોઈ વાંધો નહીં હોય.
તેમણે આગળ કહ્યું કે, પંડાલમાં કેટલાય પ્રકારના લોકો આવે છે. આપણે તેની ઓળખાણ કરી શકતા નથી. ત્યારે આવા સમયે જો પંડાલમાં અન્ય લોકો આવશે, તેમને અમે ગૌમૂત્ર પીવડાવીને જ પંડાલમાં પ્રવેશ આપીશું.
બિન હિન્દુની એન્ટ્રી ન થવી જોઈએ
ભાજપ નેતા ચિંટૂનું કહેવું છે કે, આધાર કાર્ડને એડિટ કરી શકાય છે. અમુક બિન હિન્દુ ગરબામાં આવીને તિલક પણ લગાવશે. તેમણે કહ્યું કે, આ કારણે દર વર્ષે કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના માટે ગૌમૂત્ર પીવડાવાનો અનોખો આઈડીયા આવ્યો છે.
તેમણે કહ્યું કે, ગરબા માતાની આરાધના આપણા બહેન દીકરીઓ કરે છે. આ અગાઉ પણ મધ્ય પ્રદેશમાં નવરાત્રી ગરબા તહેવારને લઈને કેટલીય વાતો સાંભળવા મળી. અમુક જગ્યા પર પંડાલમાં બહાર બોર્ડ લગાવીને લખ્યું છે કે, બિન હિન્દુની એન્ટ્રી ન કરો.
તો વળી ક્યાંક ક્યાંક એવું પણ સાંભળવા મળી રહ્યું હતું કે, ઉત્સવોમાં સામેલ થવા માટે ઓળખાણ પત્ર બતાવવું પડશે. આપને જણાવી દઈએ કે, ઈન્દોરમાંથી સમાચાર આવી રહ્યા છે કે, બે દિવસમાં ચોરી છુપે ગરબા પંડાલમાં આઠ મુસ્લિમ યુવકો ઘુસી આવ્યા હતા. જે પકડાઈ ગયા હતા.
તો વળી પોલીસે તેમના પર એક્શન પણ લીધી હતી. આ યુવકો પર આરોપ છે કે, તેમણે ઓળખાણ છુપાવીને ગરબામાં એન્ટ્રી લીધી અને છોકરીઓ પર અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ ઘટના બાદ ઉજ્જૈનમાં ગરબામાં આવી રહેલા પાર્ટિસિપેંટ્સના આઈડી કાર્ડ ચેક કરવા ઉપરાંત તિલક પણ લગાવવામાં આવશે.