સીઝનમાં પ્રથમ વખત નર્મદા બંધની સપાટી 138.68 મીટરે પહોંચશે
ગુજરાતમાં ચાલુ વર્ષે ભરપૂર વરસાદના કારણે રાજયની જીવાદોરી સમાન નર્મદા બંધ હવે કોઈપણ ઘડીએ છલકાઈ શકે છે અને ચાલુ સીઝનમાં પ્રથમ વખત નર્મદા બંધ છલકાવાનો હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે કેવડીયા કોલોની ખાતે નર્મદાનીરના વધામણાકરવા જશે જેની સાથે નાગરિક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ જાય તેવા સંકેત છે.
ચાલુસીઝનમાં નર્મદા બંધમાં ભરપૂર પાણી આવ્યુ છે અને વખતોવખત તેના દરવાજા ખોલીને ડેમમાં પાણીની સપાટી નિયંત્રીત રાખવામા આવી હતી.
પરંતુ હવે નૈઋત્યનુ ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે તેથી આગામી સમયમાં વધારાના પાણીની આવક થવાની શકયતા નહીંવત છે.
અને તેથી હવે પ્રથમ વખત નર્મદા બંધ તેની 138.68 મીટરની સપાટીએ પહોંચશે.
ફકત 50 થી 60 સે.મી. જ તે દૂર છે અને તેથી નર્મદા નીરના વધામણા કરવા કાલે મુખ્યમંત્રી કેવડીયા કોલોની પહોંચી રહ્યા છે.