Sunday, October 13, 2024
HomeFeatureહવે તિસરી આંખથી બાજ નજર રાખશે પોલીસ : રાસોત્સવો ફરતેની તમામ મિલ્કતોના...

હવે તિસરી આંખથી બાજ નજર રાખશે પોલીસ : રાસોત્સવો ફરતેની તમામ મિલ્કતોના CCTV ચેક કરવાનું શરૂ

તા. 3થી શરૂ થતા નવરાત્રી ઉત્સવ પૂર્વે ચુસ્ત વ્યવસ્થાનું નેટવર્ક ગોઠવતી પોલીસ : ઉચ્ચ અધિકારીઓ દ્વારા મીટીંગનો ધમધમાટ : તુરંતમાં નવો હુકમ

♦ નવરાત્રી આયોજનની બાજુમાં આવતી હોટલ, મોલ્સ અને દુકાનોના કેમેરા ચાલુ છે કે બંધ : ચકાસણી થવા લાગી

♦ પ્રાચીન અને અર્વાચીન બંને રાસોત્સવમાં સુરક્ષાને લગતી કોઈ કચાશ રાખવામાં આવશે નહીં: પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત

♦ શી-ટીમ, એન્ટીરોમીયો સ્કવોડની 16 ટીમો શહેરભરના આયોજનોમાં ટ્રેડીશનલ ડ્રેસમાં પેટ્રોલીંગ કરશે: ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આવારા તત્વો પર ખાસ વોચ રાખશે ♦ ખાસ મહિલાઓ નિર્ભય રીતે સૌથી મોટો તહેવાર માણી શકે તે માટે શહેર પોલીસની અભેદ્દ સુરક્ષા

♦ ખાસ મહિલાઓ નિર્ભય રીતે સૌથી મોટો તહેવાર માણી શકે તે માટે શહેર પોલીસની અભેદ્દ સુરક્ષા

માતાજીના નવલા નોરતાને હવે થોડા દિવસો જ દુર છે ત્યારે શહેર પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે. નવરાત્રીના આયોજનની બાજુમાં આવતી હોટલ, મોલ્સ, દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરા પોલીસ ખાસ ચેક કરશે. તેમજ સી-ટીમ, રોમીયો સ્કવોડની 16 ટીમો શહેરભરના આયોજનોમાં ટ્રેડીશનલ ડ્રેસમાં પેટ્રોલીંગ કરશે તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આવારા તત્વો પર ખાસ વોચ રાખી સુરક્ષામાં કોઈ કચાશ રાખશે નહીં.

નવલા નોરતાને આડે હવે ચાર દિવસ જ રહ્યા છે ત્યારે ખેલૈયાઓ અને આયોજકો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવમાં કોઈ કચાશ ન રહે તે માટે પોલીસે પણ તડામાર તૈયારીઓમાં જોડાઈ ગઈ છે.

પોલીસની તૈયારી અંગે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે સંયુકત યાદીમાં જણાવ્યું હતું કે આ વખતે ખાસ જયાં અર્વાચીન રાસોત્સવના આયોજનો તેમજ મોટી પ્રાચીન ગરબીઓની નજીકમાં આવેલ હોટલ, મોલ્સ અને દુકાનોમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરી તેમનું મેન્ટેનન્સ જાળવવાની સંચાલકને સુચના આપવામાં આવશે. જેથી કો, ઘટના ઘટે તો તેની તપાસમાં સીસીટીવી ફૂટેજ કામ લાગી શકે. જે માટે તમામ પોલીસ મથકને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે સી-ટીમ અને રોમીયો સ્કવોડની 16 ટીમો ગરબાના આયોજનમાં ટ્રેડીશનલ ડ્રેસમાં સતત પેટ્રોલીંગ કરશે અને ગરબે ઘુમતી મહિલાઓની પજવણી કે છેડતી કરતા શખ્સોને કાયદાનું ભાન કરાવશે.

ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ નવે-નવ દિવસ સતત વોચમાં રહેશે અને લુખ્ખા તેમજ આવારા તત્વોને નવરાત્રીના આયોજનમાં ખલેલ પહોંચાડે તે પહેલા જ પકડી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં મોટા ગરબાનું આયોજન કરતા આયોજકો માટે પણ ખાસ તકેદારીભરી ગાઈડ લાઈન પોલીસે બહાર પાડી હતી.

જેમાં સ્ટ્રકચર સ્ટેબીલીટી, ફાયર એનઓસી, સીસીટીવી કેમેરા, સીકયુરીટી સુરક્ષા સહિતના નિયમો પાડવાના અને તેમના કરાર કરી પોલીસને સોંપવાના રહેશે. આ વખતે નવરાત્રીના આયોજનમાં શહેરીજનોને ગરબા રમવામાં કોઈ તકલીફ ન પડે તે માટે શહેર પોલીસ સુસજજ બની છે.

ગરબા રમવા જાવ ત્યારે મોબાઈલમાં ગૂગલ લોકેશન ઓન રાખજો: દિકરીઓને રાજકોટ પોલીસનો સંદેશ

ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે ‘સાંજ સમચાર’ સાથેની વાતચિતમાં જણાવ્યું કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા ગરબા રમવા જતી દીકરીઓ માટે એક ખાસ સંદેશો અપાયો છે. જેમાં …

(1) તમે જયાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.

(2) ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો. (3) અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહીં.

(4) અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર ન કરશો. (5) સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.

(6) ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપમાં જ રહેજો, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો. (7) કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જશો.

(8) ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા- આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો. (9) રાત્રિના સમયે જો કોઇ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!