તાજેતરમાં હંગેરીમાં યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની પુરૂષ અને મહિલાઓની ટીમે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના દિવસે જ ભારતનાં ગ્રાન્ડ માસ્ટર વિદીથ ગુજરાતીને એક મહત્વની ટુર્નામેન્ટ માટે વિદેશ જવાનું હતું.
જોકે તેણે ટુર્નામેન્ટમાં ટાઈટલ ડિફેન્ડ કરવા કરતાં પીએમ મોદી સાથેની મુલાકાતને પ્રાથમિકતા આપી હતી.