Sunday, October 13, 2024
HomeFeatureયુવાનોના શાનદાર ભવિષ્યની દિશામાં ભારતનું આ પગલું, ઈશા અંબાણીએ UN જનરલ એસેમ્બલીમાં...

યુવાનોના શાનદાર ભવિષ્યની દિશામાં ભારતનું આ પગલું, ઈશા અંબાણીએ UN જનરલ એસેમ્બલીમાં કર્યું સંબોધન

ઈશા અંબાણીએ યુએન જનરલ એસેમ્બલી વીક દરમિયાન ‘ઇન્ડિયા ડે’ નિમિત્તે વિકાસ માટે મક્કમ અવાજ સ્થાપિત કર્યોઃ “ભારત પોતાના હકનું સ્થાન હાંસલ કરીને નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપી રહ્યું છે”

ગ્લોબલ સાઉથમાં એક લીડર તરીકે ભારતની વિસ્તરતી ભૂમિકાની ન્યૂયોર્કમાં આયોજિત ‘ઇન્ડિયા ડે @ યુએનજીએ વીક’ દરમિયાન છણાવટ કરતી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો હાથ ધરાઈ હતી. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ) અને ભારત ખાતેના યુનાઈટેડ નેશન્સ કાર્યાલયની ભાગીદારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમે 2030 પછીના સાતત્યપૂર્ણ વિકાસ પથની સાથે ઊંડી સમજ અને બોધપાઠ પૂરા પાડ્યા હતા.

આ ઉચ્ચ-સ્તરીય ઈવેન્ટમાં પ્રારંભિક સંબોધન કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ સાતત્યપૂર્ણ વિકાસ માટેના પાંચ મુખ્ય પથ એટલે કે ‘પંચતંત્ર’ પર તેમની વાતને કેન્દ્રિત કરી હતી. આમાં મહિલાઓની શક્તિને ઉજાગર કરવી, યુવા વર્ગની શક્તિને પાંખો આપવી, નવીનતાના ગુણકાર સ્વરૂપી ભાગીદારીઓ, ટેક્નોલોજીની પરિવર્તનકારી તાકાત અને ભવિષ્ય માટે બોલ્ડ વિઝનને આકાર આપવાનો સમાવેશ થતો હતો.

“આ સપ્તાહે એકસમાન વિકાસની ચર્ચા માટે વિશ્વભરના લીડર્સ ન્યૂયોર્કમાં એકત્ર થયા છે, ત્યારે એ વાત સ્પષ્ટ છે કે આપણું વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. ખાસ કરીને ભારતને હવે એ સ્થાન મળી રહ્યું છે જેને તે હકદાર છે, અને નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપી રહ્યું છે.

પરંતુ આ ક્ષણ માત્ર કોઈ પરિવર્તનની હોવા કરતાં કંઇક વિશેષ છે – તે સાથે મળીને વધુ સારા ભવિષ્યના નિર્માણની ક્ષણ છે, ખાસકરીને આપણા યુવા વર્ગ માટે. આપણે અનેક પડકારોને ઝીલી રહ્યા છીએ, પરંતુ સાથે કામ કરીશું તો આપણે સાચી પ્રગતિ હાંસલ કરી શકીશું,” એમ સુશ્રી ઈશા અંબાણીએ કહ્યું હતું.

વાટાઘાટો, ટાઈગર્સ ટેલ: ક્રાફ્ટિંગ અ ન્યૂ ડેવલપમેન્ટ પેરાડાઈમ, એ ગ્લોબલ સાઉથમાં એક લીડર તરીકે ભારતની વિસ્તરતી ભૂમિકા અને વૈશ્વિક વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાની તેની ક્ષમતાઓની ઓળખ કરતો ઉચ્ચ સ્તરીય સંવાદ હતો.

ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રી, ભારત સરકારે ગ્લોબલ સાઉથનું નેતૃત્વ હવે કેવી રીતે વાસ્તવિકતા બની ચૂક્યું છે તેની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે યુએનમાં – એક ભારતની ભૂમિકાને એક સંવેદનશીલ રાષ્ટ્ર તેમજ ગ્લોબલ સાઉથને ચર્ચાના કેન્દ્ર સ્થાને પાછું લાવનારા દેશ તરીકે હવે સ્વીકારાઈ છે. આપણે કેવી રીતે ટેક્નોલોજીને તમામ માટે ઉપલબ્ધ બનાવવાની સાથે વૈશ્વિક સ્તરે કામના સ્થળનું વ્યવસ્થિત અને સ્વીકાર્ય રીતે લોકશાહીકરણ કરી શકીએ તે સમજવું વધુ મહત્ત્વનું છે.

ડીપી વર્લ્ડના ગ્રૂપ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સુલતાન અહેમદ બિન સુલાયેમે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ મજબૂતાઈપૂર્ણ વારસો સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, હાલના લિંકેજીસ નબળા હોવાથી આપણે બધાને ફાયદો થાય તેવી કનેક્ટિવિટી સ્થાપિત કરવી જરૂરી છે.

ગયાનાના વિદેશ પ્રધાન હ્યુ હિલ્ટન ટોડે જણાવ્યું હતું કે ભાવિ સમિટ સાતત્યપૂર્ણ વિકાસનાં ધ્યેયો (એસડીજી) પ્રતિબિંબિત કરે છે- ત્યારે આપણે માત્ર 17% સફળતા પ્રાપ્ત કરી છે. કશુંક તો ચોક્કસપણે ખોટું થઈ રહ્યું છે. સમસ્યાઓ શોધી કઢાઈ છે, ત્યારે આપણે હવે રાજકીય ઈચ્છાશક્તિ વ્યક્ત કરવી જરૂરી છે જેથી કોઈ પાછળ ન રહી જાય અને તેનો આધાર ભારત જેવા દેશોના નેતૃત્વ પર રહેલો છે.

યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી પ્રતિનિધિ શ્રી પી હરીશે કહ્યું હતું કે, કેવી રીતે યુવાનોનો સૌથી મોટો સમૂહ ધરાવતા ભારતે એક વિશાળ ભૂમિકા અદા કરવાની છે. અત્યારે ત્યાં જે લોકો 18 વર્ષના થયા છે તેઓ રાજકીય પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ચૂક્યા છે અને યુવા વર્ગ જ સૌથી મહત્ત્વના મુદ્દા તરીકે ઉભરી આવશે.

“જ્યારે ટાઇગરની વાત કહેવાતી હોય ત્યારે તે વાર્તા જવાંમર્દ વાઘ અને વાઘનાં બચ્ચાં દ્વારા જ કહેવાવી જોઈએ,” તેમ તેમણે કહ્યું હતું. અગાઉ દિવસની શરૂઆતમાં, India Day @ UNGA પેનલ ડિસ્કશન અંતર્ગત ધ રાઇઝિંગ સાઉથના પથ, તેને લાગુ કરતી ટેક્નોલોજી, મહિલાઓની દોરવણી હેઠળના વિકાસની તાકાત, અને LiFE ઇકોનોમી જેવા વિષયોની છણાવટ કરી હતી.

આ સત્રો દરમિયાન ચર્ચાના વિષયો, પ્રસ્તાવિત ઉકેલો અને વિશ્વ માટેની આગામી તકો પર નિષ્ણાતોએ વ્યક્તવ્યો રજૂ કર્યા હતા. ઉપસ્થિત પ્રેક્ષકોમાં સરકારી પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, સખાવતી સંસ્થાઓ, શિક્ષણવિદો, થીંક ટેંક, ખાનગી ક્ષેત્રના તથા અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ સહિતના ચાવીરૂપ ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થતો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!