Sunday, October 13, 2024
HomeFeatureરવિવારથી 57 દિવસ સુધી 2 વિજ્ઞાન ઉપકરણથી આકાશમાં બીજો ચંદ્ર જોવા મળશે

રવિવારથી 57 દિવસ સુધી 2 વિજ્ઞાન ઉપકરણથી આકાશમાં બીજો ચંદ્ર જોવા મળશે

” મીની મુન કદના કારણે નરી આંખે જોઈ શકાશે નહિ. બે મહિના સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં મીની મુન. ” અદ્યતન ટેલીસ્કોપથી બીજો ચંદ્ર જોવા મળશે.

રવિવાર તા. 29 મી સપ્ટેમ્બરથી 25 નવેમ્બર 2024 – 57 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષાએ મીની મુન વિજ્ઞાન ઉપકરણની મદદથી જોવા મળશે. નરી આંખે જોઈ શકાશે નહિ. પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષામાં ચંદ્ર સાથે અસ્થાયી રૂપે જોડાશે તેથી મીની મુન બનશે. ખગોળીય ઘટના જોવા માટે વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે.

જાથાના જયંત પંડયાએ માહિતી આપી તેમાં એક નાનો એસ્ટરોઈડ જેનું નામ 2024 PTs આપવામાં આવ્યું છે. અર્જુન એસ્ટરોઈડ પટ્ટામાંથી આવેલ છે. જે 93 મિલિયન માઈલ દૂર એસ્ટરોઈડસનું એક જુથ છે જે પૃથ્વી જેવી ભ્રમણકક્ષાને અનુસરે છે.

આ ગ્રહની આસપાસ સંપુર્ણ પરિભ્રમણને બદલે પૃથ્વીની આસપાસ ઘોડાની નાળ જેવી ભ્રમણકક્ષા કરશે. અમુક સમય પછી ભ્રમણકક્ષામાંથી પાછા ગ્રહ તરફ વળશે. એસ્ટરોઈડ પૃથ્વીની નજીક આવે છે ત્યારે તેઓ સામાન્ય રીતે ગ્રહ દ્વારા ઉડે છે અથવા તેઓ તેને અથડાવે છે અને પૃથ્વીના પોપડામાં ખાડો છોડી દે છે

અમુક ખાસ કિસ્સામાં તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ખેંચાણ દ્વારા કબજે કરવામાં આવે છે. પ્લેનેટરી સોસાયટી અનુસાર મીની મુન બની જાય છે. મીની મુન પૃથ્વીની પરિક્રમા ટૂંકી સમયમર્યાદા માટે કરે છે.

સામાન્ય રીતે સરેરાશ એક વર્ષ કરતાં ઓછા લગભગ 2.8 મિલિયન માઈલ રેન્જમાં અને લગભગ 2200 માઈલ પ્રતિ કલાકની સ્થિર અવકાશમાં પૃથ્વી પર મૂળ નાનો અને ઝાંખો જોવા મળે છે. ઓછામાં ઓછા 30 ઈંચના વ્યાસવાળા વ્યવસાયિક-ગ્રેડ ટેલીસ્કોપથી એસ્ટરોઈડ 2024 PTs જોઈ શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!