Saturday, October 5, 2024
HomeFeatureસુરતની કંપનીને ઇઝરાયેલે આપ્યો 10,000 ડ્રોનનો ઓર્ડર: 250 kmની ઝડપે ઉડે છે...

સુરતની કંપનીને ઇઝરાયેલે આપ્યો 10,000 ડ્રોનનો ઓર્ડર: 250 kmની ઝડપે ઉડે છે ઘાતક ‘કામા કાઝી’ ડ્રોન

અગાઉ ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપનીના ડેલિગેટ્સની ટીમે એફપીવી કંપનીની મુલાકાત લીધી હતી. સુરતના યુવા એન્જિનિયર અર્થ ચૌધરી અને તેની ટીમ દ્વારા કામા કાજી ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે. જાણો, તેની વિશેષતા..

સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે. સુરતની એફપીવી કંપનીને પ્રતિવર્ષ 2 હજાર ડ્રોન સપ્લાય કરવાનો 5 વર્ષ સુધીનો ઓર્ડર મળ્યો છે.

અગાઉ ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપનીના ડેલિગેટ્સની ટીમે એફપીવી કંપનીની મુલાકાત લીધી હતી. સુરતના યુવા એન્જિનિયર અર્થ ચૌધરી અને તેની ટીમ દ્વારા કામા કાજી ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે.

આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે. આ ડ્રોન ખરીદવા ખુદ ઈઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપનીની ટીમ સુરત આવી હતી. ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા હતા. ત્યારે આ કામા કાઝી ડ્રોનની શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાં તે ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આવો જાણીએ.

ઈઝરાયેલી આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ- વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતી હોય છે પરંતુ હવે ઈઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામા-કાઝી નામનું ઘાતક ડ્રોન ઈઝરાયેલની કંપની ખરીદશે.

કામા કાઝી ડ્રોનની વિશેષતા

આ ડ્રોનની ખાસિયત વિશે વાત કરીએ તો અઢીથી ત્રણ કિલો વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન માત્રને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે. આ એક આત્મઘાતી ડ્રોન છે એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે. ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઈલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાવવામાં આવે છે.

ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે

ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે અને તેને 12થી 15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે.

તેના પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફીટ કરાયેલા હોય છે અને ઓપરેટ કરનાર પાસે એ પ્રકારના ચશ્મા તૈયાર કરાયા હોય છે જે ડ્રોન પર ફીટ કરાયેલ કેમેરા દ્વારા તમામ દ્રશ્ય તેને 12 થી 15 કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે.

જેના આધારે તે ડ્રોનને ઓપરેટ કરી શકે છે. ડ્રોન 250 kmની ઝડપે ઉડતું આત્મઘાતી ડ્રોન હોવાથી તે દુશ્મન કાંઈ સમજી કે વિચારી શકે તે પહેલા તેના નિશાના પર જઈને કરોડોની ટેંક કે તેમના ઠેકાણાને ધ્વસ્ત કરી નાખે છે.

વન ટાઈમ યુઝ ડ્રોન

ઇનસાઇડ FPV કંપનીના સ્થાપક અર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ડ્રોન આર્મી અને ડિફેન્સ માટે વન ટાઈમ યુઝ ડ્રોન છે. તેની કિંમત અંદાજે બેથી ત્રણ લાખ રૂપિયા છે. હાલ સુધી આ ટેક્નોલોજી ભારત પાસે ન હતી પરંતુ હવે અમે ડેવલપ કરી શક્યા છે.

આ માટે ભારતની ડિફેન્સ અને આર્મી દ્વારા અમને ખાસ પુરસ્કૃત પણ કરાયા છે. અમે આ ડ્રોન ભારતની ડિફેન્સને પણ આપ્યા છે. ત્યારે હવે ડિફેન્સ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર થઇ રહ્યું છે. જેમાં હવે ઈઝરાયલ તેમની સુરક્ષા-સર્વેલન્સ માટે ભારતથી બનેલા ડ્રોનનો ઉપયોગ કરશે

ચાર વર્ષ પહેલા ડ્રોન બનાવતી કંપની શરૂ કરી

અર્થ ચૌધરીએ ચાર વર્ષ પહેલા ઇનસાઇડ FPV નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી હતી. આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈ ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!