Wednesday, January 15, 2025
HomeFeatureમોરબીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૭ સપ્ટેમ્બરે માર્કેટિંગ યાર્ડ ખાતે  યોજાશે; સરકારની...

મોરબીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૭ સપ્ટેમ્બરે માર્કેટિંગ યાર્ડ ખાતે  યોજાશે; સરકારની યોજનાઓથી અનેક લાભાર્થીઓને લાભાન્વિત કરાશે

ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી આગામી તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.

આ કાર્યક્રમમાં અનેક સરકારી યોજનાઓ અન્વયે સ્થળ પરથી જ લાભ-સહાયનું વિતરણ કરાશે. આ કાર્યક્રમ સુચારૂં રૂપે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે સંબંધિત કચેરીઓને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી તથા કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓનું આયોજન સુચારું રીતે થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

કાર્યક્રમ સ્થળે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, વિવિધ યોજનાકીય સ્ટોલ્સ, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક નિયમન, વાહન પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સહિતના મુદ્દાઓ અનુસંધાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસીયા, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ, અધિકારીઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!