માતાના મઢ દર્શન કરવા માટે ઘણા પદયાત્રિકો જતાં હોય છે ત્યારે મોરબીના બાયપાસ રોડ પર આવેલા કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ તા. 22 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે અને ત્યાં મેડિકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર, ચા-પાણીની સગવડ, રાત્રિ રોકાણની સુવિધા, પદયાત્રિકોને સ્નાનકાર્ય માટેની વ્યવસ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો વિગેરે રાખવામા આવેલ છે અને અનુભવી મેડિકલ ટીમ દ્વારા તમામ પ્રકારની સેવા આપવામાં આવશે.
જેથી કરીને માતાના મઢ જતાં પદયાત્રિકોએ સેવાનો લાભ માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે અને આ સેવા-યજ્ઞમાં સ્વંયંભુ જોડાવવા જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પ સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે મો.નં. 7043306056 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.