ઇન્ડિયન મેડિકલ એસો. મોરબી બ્રાંચનો મોરબી નજીકના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં હોદેદારોની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખ સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે જેમાં પહેલા તો ગત વર્ષની કામગીરીનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
ત્યાર બાદ વર્ષ 2024-25 ની ટીમ જાહેર કરી હતી જેમાં પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો.હીનાબહેન મોરી તથા ખજાનચી પદે ડો. ચિરાગ અઘારાને જવાબદારી સોંપવામાં આવેલ છે. ત્યારે પૂર્વ પ્રમુખ ડો. નિકુંજ વડાલીયા, ડો વિરલ લહેરુ, સહિતના તમામ સભ્યોએ નવા હોદેદારોને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને કાર્યક્રમના અંતે મ્યૂઝિકનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.