Sunday, October 13, 2024
HomeFeatureવિમેન્સ ટી-20 વર્લ્ડકપની ઈનામી રકમમાં અધધધ 225 ટકાનો વધારો

વિમેન્સ ટી-20 વર્લ્ડકપની ઈનામી રકમમાં અધધધ 225 ટકાનો વધારો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) મંગળવારે જાહેરાત કરી હતી કે આગામી વિમેન્સ T20 વર્લ્ડ કપથી હવે પુરુષ અને મહિલા ક્રિકેટર્સને વર્લ્ડ કપમાં સમાન ઇનામી રકમ આપવામાં આવશે. વિમેન્સ T20 વર્લ્ડ કપની ઇનામી રકમમાં લગભગ 225 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની કુલ ઈનામી રકમ હવે 79,58,080 અમેરિકન ડોલર (લગભગ 66 કરોડ રૂપિયા) હશે જે 2023 વર્લ્ડ કપમાં 24.50 લાખ ડોલર (લગભગ 20.52 કરોડ રૂપિયા) હતી.

મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા બનતાં ભારતીય ટીમને 24.50 લાખ ડોલરની રકમ મળી હતી. આ વર્ષે વિમેન્સ ઝ20 વર્લ્ડ કપમાં વિજેતા અને રનર-અપ ટીમની ઈનામી રકમમાં 134 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ચેમ્પિયન ટીમને 23.40 લાખ ડોલરની રકમ મળશે, જે પહેલાં 10 લાખ ડોલર હતી. રનર-અપ ટીમની ઇનામી રકમ ગયા વર્ષે પાંચ લાખ ડોલરની હતી હવે એ વધીને 11.70 લાખ ડોલરની થઈ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!