Saturday, October 5, 2024
HomeFeatureમોરબીમાં ૨૩ સપ્ટેમ્બરના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે; ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા...

મોરબીમાં ૨૩ સપ્ટેમ્બરના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે; ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૩-૦૯-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે,  યુ. એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!