જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એક આતંકવાદી ભાગી રહ્યો હતો, પરંતુ સેનાના જવાનોએ તેને મારી નાખ્યો હતો. બારામુલ્લામાં આખી રાત એન્કાઉન્ટર બાદ સેનાએ શનિવારે ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
રાષ્ટ્રીય રાઈફલ્સ કમાન્ડર બ્રિગેડિયર સંજય કન્નોથે જણાવ્યું હતું કે, બારામુલ્લામાં ચક ટપ્પર ક્રીરી ખાતેની કાર્યવાહીમાં ત્રણ કટ્ટર આતંકવાદીઓ માર્યા ગયા હતા. મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
ડ્રોન ફૂટેજમાં આતંકી ઘરના કમ્પાઉન્ડ પાસેના કેટલાંક ઝાડ તરફ ભાગતો જોવા મળ્યો હતો. ભીષણ ગોળીબાર વચ્ચે તે જમીન પર પડી જાય છે અને થોડા મીટર સુધી જમીન પર ક્રોલ કરે છે. પરંતુ સેનાના જવાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આતંકીનું મોત નીપજ્યું હતું. ફાયરિંગ દરમિયાન સફેદ ધૂળનાં વાદળો નજીકમાં દેખાય છે.
રાષ્ટ્રીય રાઈફલ્સ કમાન્ડર બ્રિગેડિયર સંજય કન્નોથે કહ્યું કે આતંકવાદીઓની ગતિવિધિની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારના ચક ટપ્પર ક્રિરીમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બ્રિગેડિયર કન્નોથે કહ્યું કે ખાલી ઈમારતમાં છુપાયેલા આતંકવાદીઓએ અમારા જવાનો પર ગોળીબાર કર્યો.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ અમે બદલો લીધો. સ્થળને કોર્ડન કરવામાં આવ્યું હતું અને વધારાનાં દળો મોકલવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આખી રાત સૈનિકો પર ભારે ગોળીબાર ચાલુ રાખ્યો હતો, જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.આ વીડિયો તે એનકાઉન્ટરનો છે. બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાબળો સાથે આખી રાત ચાલેલી અથડામણમાં 3 આતંકી માર્યા ગયા છે.