72 કિલો પસ્તીમાંથી બનાવાયા ઈકોફ્રેન્ડલી ગણેશ

ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ગણેશ ભક્તો દ્વારા નાના-મોટા પંડાલ તેમજ ઘરે ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.

અહીં વિવિધ થીમ ઉપર ડેકોરેશન કરી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

આ વર્ષે અહીંના સાર્વજનિક યુવક મંડળે આયુર્વેદનું મહત્વ સમજાવતી થીમ તૈયાર કરી છે.

અહીં પેપર પસ્તીમાંથી તૈયાર કરેલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.

72 કિલોથી વધુ પેપર પસ્તીનો ઉપયોગ કરી શ્રીજીની 3 ફૂટની મૂર્તિ અને સંપૂર્ણ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે.

તેમજ અહીં રોજિંદા જીવનમાં આયુર્વેદનું મહત્વ દર્શાવતું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.

અહીં સંપૂર્ણ ડેકોરેશન તૈયાર કરવા માટે 75 થી 90 દિવસનો સમય લાગ્યો હતો.

ડેકોરેશનમાં ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પેપર જોડવામાં પણ ફેવિકોલનો ઉપયોગ કરાયો નથી.

પંડાલમાં ઇકો ફ્રેન્ડલી કલર તથા આયુર્વેદિક લિક્વિડનો ઉપયોગ કરીને આખું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે.

error: Content is protected !!
Exit mobile version