Saturday, October 5, 2024
HomeFeatureમોરબી જીલ્લામાં કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિયોની માહિતી પોલીસ મથકોમાં આપવા સૂચના

મોરબી જીલ્લામાં કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિયોની માહિતી પોલીસ મથકોમાં આપવા સૂચના

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે.

તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/ શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના 15 દિવસમાં આપવાની રહેશે.

આ ઉપરાંત  મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id15572324491557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન  http://play.google.com./store/apps/details?id=com.morbieye લીંક પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે.

કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, આ જાહેરનામાનો અમલ તા.30/09/2024 સુધી કરવાનો રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!