એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની પાંચમી લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે.
ચીનમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને સતત પાંચમી જીત નોંધાવી હતી.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની પાંચમી લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ચીનમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને સતત પાંચમી જીત નોંધાવી હતી.
હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા.
પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ નદીમ અહેમદે કર્યો હતો. એકપણ મેચ હાર્યા વિના ભારતીય ટીમ અંતિમ 4 માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
મેચની આઠમી મિનિટે નદીમ અહેમદે પાકિસ્તાન (ભારત વિરુદ્ધ પાકિસ્તાન) માટે ગોલ કરીને ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પછી ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે મેચની 13મી મિનિટે ગોલ કરીને ભારતને 1-1ની બરાબરી અપાવી હતી. આ પછી હરમનપ્રીત સિંહે 19મી મિનિટે ગોલ કરીને ભારતની લીડ બમણી કરી હતી. આ પછી બંને ટીમો તરફથી ગોલ કરવાના ઘણા પ્રયાસો થયા પરંતુ કોઈને સફળતા મળી નહીં.