ક્રુડ તેલ સતત નીચી સપાટીએ રહે તે જરૂરી: પેટ્રો સેક્રેટરી
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવ સતત ઘટના જાય છે તે સમયે હવે ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા અંગે સરકાર હજુ થોડો સમય રાહ જોશે. પેટ્રોલીંયમ સેક્રેટરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ક્રુડ તેલમાં હાલ ઢીલાસ છે પરંતુ તે લાંબો સમય સુધી રહે છે કે તેના પર નજર છે.
ભારતની આયાતમાં આગામી સમયમાં જો ભાવ ઘટાડાનો લાભ મળશે તો ચોકકસપણે તે ગ્રાહકોને પાસ ઓન કરવામાં આવશે. પરંતુ તે માટે રાહ જોવી જરૂરી છે. હાલમાં જ ક્રુડ તેલના ભાવ 70 ડોલર પ્રતિ બેરલથી નીચે ચાલ્યા ગયા હતા.
તેથી જ દેશમાં લાંબા સમયથી ઉંચા રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અંગે આશા જાગી હતી. કે ભારતને કટોકટીના સમયમાં રશીયા સસ્તુ ક્રુડ તેલ આપ્યું છે પણ તેનો લાભ સરકારે ગ્રાહકોને આપ્યો નથી તે પણ વાસ્તવિકતા છે.