હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત વાકો યૂથ વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની ગીત રોયે એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ તેની પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી. ગીત રોય ઉપરાંત વડોદરાના આયર્ન ઠાકોર અને કાવ્યા જાડેજાએ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
23 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2024 દરમિયાન હંગેરીના બુડાપેસ્ટમાં વાકો યૂથ વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૅમ્પિયનશિપમાં 70 દેશોમાંથી ભાગ લીધો હતો, જેમાં 3,000થી વધુ એથ્લેટ્સે ભારતભરમાંથી 30 ખેલાડીઓ સહિત વિવિધ વય અને વજનની કેટેગરીમાં ભાગ લીધો હતો.
આ વાકો યૂથ વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ વડોદરાની ગીત રોયે એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ તેની પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી. ગીત રોય ઉપરાંત વડોદરાના આયર્ન ઠાકોર અને કાવ્યા જાડેજાએ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ગીતે 24 કિગ્રાની કેટેગરીમાં પોઇન્ટ ફાઇટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે કાવ્યા જાડેજાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેનાથી મોટી વયની 65 પ્લસ કિગ્રાની કેટેગરીની હરીફને હંફાવી દીધી હતી. આ ચેમ્પિયનશિપમાં ભારતના ખેલાડીઓએ કુલ 7 મેડલ જીત્યાં હતાં. આ ચેમ્પિયશિપમાં 70 દેશના 3000 એથ્લિટે ભાગ લીધો હતો.
વડોદરાની ગીત રોયે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી તેણે બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું. વડોદરાના ત્રણ ખેલાડીઓ – આર્યન ઠાકોર, ગીત રોય અને કાવ્યા જાડેજા – ભારતીય ટીમનો ભાગ છે અને હંગેરીના બુડાપેસ્ટમાં પ્રતિષ્ઠિત વાકો યુથ વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર 30 ચુનંદા ખેલાડીઓના ગૃપમાં છે.
કિકબોક્સિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને નેશનલ કોચ સિદ્ધાર્થ ભાલેઘરે જણાવ્યું કે, વડોદરાના ત્રણેય ખેલાડીઓને નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2024માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પગલે, આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ગૌરવપૂર્ણ સિદ્ધિઓમાં ગીત પવન રોયનો સમાવેશ થાય છે, જેમણે ચિલ્ડ્રન ફિમેલ -24KG કેટેગરીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
તેની સાથે કાવ્યા જાડેજાએ તેની અસાધારણ પ્રતિભા દર્શાવી કેડેટ્સ ફીમેલ + 65kg લાઇટ કોન્ટેક્ટ કેટેગરીમાં ઇટાલી સામે તેણીનો પ્રથમ ક્વોલિફિકેશન રાઉન્ડ જીત્યો. આર્યન ઠાકોરે પોઈન્ટ ફાઈટમાં -32 કિગ્રા યંગર કેડેટ મેલ કેટેગરીમાં પણ પ્રશંસનીય પ્રયત્નો કર્યા હતા. ઈન્ડિવિજ્યુઅલ ફાઈટ ઈવેન્ટમાં ભારત માટે કુલ 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ છે. ક્રિએટીવ ફોર્મ ઈવેન્ટમાં, યંગર કેડેટ્સ ગર્લ્સ ટીમ માટે કુલ 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ અને ઓલ્ડર કેડેટ્સ ગર્લ્સ ટીમ માટે 1 બ્રોન્ઝ મેડલ છે.