શહેર પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે બનાવવામાં આવેલ તે સમયે રોડ પર વરસાદી પાણી ભરાઈને નુક્શાની ન થાય તે માટે રસ્તાની બાજુએ ગટર યોજના અમલમાં મુકવામાં આવી હતી જેને અનુસંધાને ગટર બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ અધુરી મૂકવામાં આવી હતી, તે જ કારણ આજે પ્રજા માટે સમસ્યા બનીને સામે આવ્યું છે. અધુરી ગટરની કામગીરીને પગલે જ્યારે સામાન્ય વરસાદ વરસે કે ગટરના પાણી રસ્તાઓ પર વહેતા થાય છે અને પરિણામે ભાટિયા સોસાયટી ગામ, આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશો માટે મુશ્કેલી ઊભી થઈ જાય છે.
નાળામાં તેમજ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જાય છે પરિણામે પ્રજાજનોને પાણીમાં ચાલવા તેમજ વાહનો પસાર કરવા મજબૂર બનવું પડે છે. ગત અઠવાડિયે પંથકમાં અતિભારે વરસાદને કારણે હાઈવે પર, સર્વિસ રોડ પર ઢીચણ સમાણા પાણી ભરાઈ જવાની ઘટના બની હતી જે બાબતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા રેલવે તથા નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગને પાણીના નિકાલ માટે રજૂઆતો કરવામાં આવેલ જેના બને વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી અને ગટરની સફાઈ કરી હતી તેથી મોટા ભાગનું પાણીનો નિકાલ થઈગયો હતો પરંતુ સંપૂર્ણ પાણી નિકાલ માટે રોડની બાજુમાં રહેલી ગટર વર્ષોથી જામ થઈ ગઈ છે તેની સફાઈ કરવાથી જ શક્ય બનશે.
આજે ફરી સવારથી વરસાદના ઝાપટાં પડયા હતા ત્યારે ફરી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આપવા લોકોમાં નેશનલ હાઈવે તંત્ર સામે રોષ ભભૂક્યો છે અને અગ્રણીઓ દ્વારા હાઇવે ઓથોરિટી ને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક અસરથી ગટરની સફાઈ કરવાની રજૂઆત કરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વર્ષોથી ખુલ્લી ગટરની સફાઈ કરવામાં આવી નથી પરિણામે અસહ્ય ગંદકી હતી તેમાં પાણી ભરાઈ જતાં ગટર દુર્ગંધ મારે છે કે નજીક નહિ આસપાસ થી પસાર થવામાં પણ રોગનો ભોગ બનવાની ભીતી સેવાઈ રહી છે.