મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ કઢાવી શકાશે

દિવ્યાંગો માટે સાયક્રાટીક, ઓર્થોપેડિક સર્જન, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર, ડી.ઇ.ઓ. સહિત નિષ્ણાંતો સેવા આપશે

મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવશે.

આ કેમ્પ અનુસંધાને તારીખ ૧૦/૦૯/૨૦૨૪ ના રોજ જનરલ હોસ્પિટલ – મોરબી ખાતે, તારીખ ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ બી.આર.સી. ભવન – ટંકારા ખાતે, તારીખ ૦૮/૧૦/૨૦૨૪ ના રોજ સરકારી હોસ્પિટલ – વાંકાનેર ખાતે, તારીખ ૨૨/૧૦/૨૦૨૪ ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર – માળીયા ખાતે તેમજ તારીખ ૦૫/૧૧/૨૦૨૪ ના રોજ નવજીવન વિકલાંગ સેવાશ્રય – હળવદ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન મેડિકલ કેમ્પ યોજાશે.

આ વિવિધ કેમ્પમાં માટે સાયકાટ્રીસ્ટ તરીકે ડૉ. પ્રજ્ઞાબેન સોરાણી અને ડૉ. દીપ ભાડજા, ઓર્થોપેડિક સર્જન તરીકે ડૉ.પૂર્વ પટેલ, ડૉ.દિવ્યેશ જેતપરિયા, ડૉ.પાર્થ કણસાગરા અને ડૉ.સાગર હાંસલિયા, સાયકોલોજિસ્ટ તરીકે ડો.પદ્મ કુંવરબા હોસ્પિટલ-રાજકોટ, કાઉન્સેલર તરીકે ભાવેશ છાત્રોલા અને ડી.ઇ.ઓ. તરીકે દિવ્યેશ સીતાપરા સહિત નિષ્ણાંતો સેવા આપશે.મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

error: Content is protected !!
Exit mobile version