Saturday, October 5, 2024
HomeFeatureજિલ્લા મેજિસ્ટ્રેટ એ એચ.ડી.એફ.સી. થી રામ ચોક સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ...

જિલ્લા મેજિસ્ટ્રેટ એ એચ.ડી.એફ.સી. થી રામ ચોક સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું

રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી રામ ચોક સુધીના રોડના નવીનીકરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ  અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી રામ ચોક સુધીના રોડના પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ  દ્વારા નગરપાલિકા સબંધિત વિસ્તારમાં વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ રોડ પરના વાહનોના પ્રવેશ પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા તરીકે ગાંધી ચોક થી રવાપર રોડ થઈ બાપાસીતારામ ચોક તરફ જઈ શકાશે. રવાપર થી આવતા વાહનો બાપા સીતારામ ચોક થઈ સરદાર પટેલ ચોક (નવા બસ સ્ટેન્ડ) થઈ સનાળા રોડ તરફના રસ્તાનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકશે. આ રવાપર રોડ ઉપર રહેણાંક મકાનો બિલ્ડીંગ સ્કૂલ વગેરે વધુ પ્રમાણમાં આવેલા હોવાથી અને આ રોડ રવાપર ગામ તરફ જવા માટેનો મુખ્ય રોડ હોવાથી વાહન વ્યવહાર વધુ પ્રમાણમાં રહેતું હોય સનાળા રોડનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!