એક દિવસ મેં મારા જાપાની સાથીદાર, શિક્ષક યામામોટાને પૂછ્યું: “તમે જાપાનમાં શિક્ષક દિવસ કેવી રીતે ઉજવો છો?”
મારા પ્રશ્નથી આર્શ્ચચકિત થઈને, તેણે જવાબ આપ્યો: અમે શિક્ષક દિવસ નથી ઉજવતા.
જ્યારે મેં તેનો જવાબ સાંભળ્યો, ત્યારે મને ખાતરી નહોતી કે મારે તેના પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં. મારા મગજમાં એક વિચાર પસાર થયો: “જે દેશ અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આટલો આગળ છે, તે શિક્ષકો અને તેમના કામ પ્રત્યે આટલો અનાદર કેમ કરે છે?”
એકવાર, કામ પછી, યામામોટાએ મને તેમના ઘરે બોલાવ્યો. અમે મેટ્રો ટ્રેનમાં ગયા કારણ કે તેનું ઘર દૂર હતું. તે સાંજનો ભીડવાળો સમય હતો, અને મેટ્રો આખી ભરાઈ ગઈ હતી. મેં ચુસ્તપણે પકડીને ઊભા રહેવા માટે એક જગ્યા શોધી કાઢી.
અચાનક, મારી બાજુમાં બેઠેલા વૃદ્ધ માણસે મને તેમની બેઠક ઓફર કરી. એક વૃદ્ધ માણસના આ આદરપૂર્ણ વર્તનને ન સમજીને, મેં ના પાડી, પરંતુ તેનો બહુ આગ્રહ હતો, અને મને બેસવાની ફરજ પડી. અમે મેટ્રોમાંથી બહાર નીકળ્યા પછી, મેં યામામોટાને પૂછ્યું કે સફેદ દાઢી વાળા એ દાદા એ એમ કેમ કર્યું? યામામોટા હસ્યા અને મેં પહેરેલા શિક્ષકના ટેગ તરફ ઈશારો કરીને કહ્યું:
તેણે એ તમારા પર શિક્ષકનો ટેગ જોયો અને તમારી પ્રત્યે આદર રાખીને તમને તેની સીટ ઓફર કરી હતી.
હું પહેલીવાર યામામોટા ની મુલાકાતે આવ્યો હોવાથી, ત્યાં ખાલી હાથે જવાનું મને અયોગ્ય લાગ્યું. તેથી મેં ભેટ ખરીદવાનું નક્કી કર્યું. મેં મારા વિચારો યામામોટા સાથે શેર કર્યા, તેમણે આ વિચારને સમર્થન આપ્યું અને કહ્યું કે થોડે આગળ, શિક્ષકો માટે એક દુકાન છે, જ્યાં કોઈપણ શિક્ષક ઓછી કિંમતે સામાન ખરીદી શકે છે. ફરી એકવાર, હું લાગણીવશ થયો. કેમ આ વિશેષાધિકારો માત્ર શિક્ષકોને જ આપવામાં આવે છે? મેં પુછ્યુ.
મને જવાબ આપતા યામામોટાએ કહ્યું: જાપાનમાં, શિક્ષણ એ સૌથી આદરણીય વ્યવસાય છે અને શિક્ષક સૌથી આદરણીય વ્યક્તિ છે. જ્યારે શિક્ષકો તેમની દુકાને આવે છે ત્યારે જાપાની વેપારીઓ ખૂબ જ ખુશ થાય છે, તેઓ આ ઘટનાને પોતાનું સન્માન માને છે.
જાપાનમાં મારા રોકાણ દરમિયાન, મેં ઘણી વખત શિક્ષકો પ્રત્યે જાપાનીઓના અત્યંત આદરનું અવલોકન કર્યું છે. તેમના માટે મેટ્રોમાં ખાસ બેઠકો ફાળવવામાં આવી છે, તેમના માટે ખાસ દુકાનો છે, ત્યાં શિક્ષકો ગમે તે પ્રકારના પરિવહન માટે ટિકિટ માટે કતારમાં ઉભા રહેતા નથી.
તેથી જ જાપાની શિક્ષકોને કોઈ ખાસ શિક્ષક દિવસની જરૂર નથી, જ્યારે તેમના જીવનમાં દરેક દિવસ શિક્ષક દિવસની ઉજવણી હોય છે. આ વાર્તા દરેક સુધી પહોંચાડો. સમાજને આ સ્તરે શિક્ષકોની કદર થવી જોઈએ. તમારા સાથીદારોને આ વાર્તા ફરીથી સંભળાવો જેથી તેમની છાતી ગર્વથી ફૂલી જાય.
મારા શિક્ષક, હું તમારા નામને નમન કરું છું. રૂસ્તમ બિસેનોવ (સોશ્યિલ મીડીયામાંથી)