Tuesday, December 10, 2024
HomeFeatureપેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યો 24મો મેડલ: ધરમબીરે ક્લબ થ્રોમાં ગોલ્ડ તો પ્રણવે...

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યો 24મો મેડલ: ધરમબીરે ક્લબ થ્રોમાં ગોલ્ડ તો પ્રણવે એ જ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો; હરવિંદર સિંહે તીરંદાજીમાં ગોલ્ડ મેળવ્યો

ભારતે અત્યારસુધીમાં 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે

પેરિસ : ભારતે બુધવારે રાત્રે પેરિસ પેરાલિમ્પિક્સમાં તેનો 24મો મેડલ જીત્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી ચાલેલી ક્લબ થ્રોની ફાઇનલ મેચમાં ધરમબીર સિંહે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પહેલા તીરંદાજ હરવિંદર સિંહે ગોલ્ડ અને શોટ પુટર સચિન સર્જેરાવ સિલ્વર જીત્યો હતો. ગેમ્સના 7માં દિવસે ભારતીય ખેલાડીઓએ 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા હતા.

આ સાથે પેરિસ ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા 24 થઈ ગઈ છે. જેમાં 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 10 બ્રોેન્ઝનો સમાવેશ થાય છે. હાલમાં ભારત મેડલ ટેલીમાં 13મા નંબર પર છે. પેરાલિમ્પિક્ ઈતિહાસમાં ભારતીય પેરા ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટોક્યો ગેમ્સમાં ભારતે 19 મેડલ જીત્યા હતા.

ક્લબ થ્રોમાં ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યા, ક્લીન સ્વીપ ચૂક્યા :

ભારતે પુરુષોની F-51 કેટેગરીની ક્લબ થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા, ક્લીન સ્વીપ ચૂકી ગયો. મોડી રાત્રે ધરમબીર સિંહે 34.92 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ 34.59 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. સર્બિયાના જેલિકો દિમિત્રીજેવિકે 34.18 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ક્લબ થ્રો ઈવેન્ટમાં ભારત ક્લીન સ્વીપ કરીને ત્રણેય મેડલ જીતી શક્યું હોત, પરંતુ અમિત કુમારે 6 પ્રયાસોમાં 4 થ્રો ફાઉલ કર્યા હતા. તેના બે થ્રો સાચા હતા, જેમાં શ્રેષ્ઠ માત્ર 23.96 મીટર જ જઈ શક્યો હતો. જેના કારણે અમિત 10મા નંબર પર રહ્યો.

F-51 કેટેગરીમાં એવા એથ્લેટ્સનો સમાવેશ થાય છે કે જેમના અંગો ખૂટે છે, પગની લંબાઈમાં તફાવત છે, સ્નાયુઓની મજબૂતાઈમાં ઘટાડો થયો છે અથવા ગતિની શ્રેણીમાં ઘટાડો થયો છે.

સિંઘ ઈઝ કિંગ : હરવિન્દર સિંહ તીરંદાજીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

હરવિંદર સિંહ પેરાલિમ્પિક્ ગેમ્સમાં તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. હરવિન્દર મેન્સ ઈન્ડિવિજ્યુઅલ રિકર્વ ઓપનના રેન્કિંગ રાઉન્ડમાં 9મા ક્રમે હતો. 32 ના રાઉન્ડમાં, તેણે ચાઈનીઝ તાઈપેઈના લંગ-હુઈ ત્સેંગને 7-3થી હરાવ્યો. હરવિન્દરે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સેતિયાવાનને 6-2થી હરાવ્યો હતો.

હરવિન્દરે ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાના જુલિયો હેક્ટર રામિરેઝ સામે 6-2થી જીત મેળવી હતી. સેમીફાઈનલમાં હરવિન્દરે ઈરાનના મોહમ્મદ રેઝાને 7-3થી હરાવ્યો હતો. ત્યારપછી તેણે ફાઇનલમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને 6-0થી હરાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો.

પીએમ નરેન્દ્ર મોદીએ હરવિંદરને એક્સ પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું- ’પેરા તીરંદાજીમાં ખાસ ગોલ્ડ. પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપનમાં સુવર્ણ જીતવા બદલ હરવિન્દર સિંહને અભિનંદન. તેમનું ધ્યાન, લક્ષ્ય અને ભાવના અદ્ભુત હતી. તમારી જીતથી ભારત ખૂબ જ ખુશ છે.

સચિને આજે પહેલો મેડલ જીત્યો

તેણે મેન્સ F-46 કેટેગરીમાં 16.32ના એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો. F46 કેટેગરી એ એથ્લેટ્સ માટે છે જેમના હાથમાં નબળાઈ હોય, સ્નાયુઓ નબળા હોય અથવા હાથમાં હલનચલનનો અભાવ હોય.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!