મોરબીના કેનાલ રોડ પર પેટ્રોલ પંપ બની રહ્યો હોય જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરી સોસાયટીના રહીશો દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે
મોરબીના પ્રમુખ બંગ્લોજ, રાધે ક્રિશ્ન સોસાયટી, ધર્મ શુભ સોસાયટી સહિતના રહીશોએ આવેદન પાઠવી જણાવ્યું છે કે અવની ચોકડીથી ઉમિયા સર્કલ સુધી નવા બનેલા કેનાલ રોડ પર પ્રમુખ બંગ્લોજમાં કુલ ૫ રહેણાંક પ્લોટો પાડવામાં આવ્યા છે જેમાં હાલ પેટ્રોલ પંપનું બોર્ડ લાગવ્યાનું માલૂમ પડ્યું છે.
આ વિસ્તાર ગીચ વિસ્તાર છે જેમાં આશરે ૨૦૦/૨૫૦ મકાન આવેલ છે જ્યાં પેટ્રોલ પંપ બનવાથી રાજકોટ ટીઆરપી ઝોન જેવી દુર્ઘટના સર્જાઈ સકે છે. અગાઉ તા. ૨૧-૦૨-૨૦૨૪ ના રોજ સંબંધિત કચેરીમાં વાંધા અરજી આપેલ છે છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી પેટ્રોલ પંપ બનવાનું ચાલુ કરેલ છે.
જેથી અવની ચોકડીથી ઉમિયા સર્કલને જોડતા નવા બનેલ કેનાલ રોડ વનવે માર્ગ જાહેર કરેલ છે, જ્યાં સતત ટ્રાફિકજામ રહે છે અને ખાસ કરીને સવારે અને સાંજે પીક અવર્સમાં ખુબ ટ્રાફિક રહે છે, ત્યારે પેટ્રોલ પંપ બનતા ટ્રાફિકમાં વધારો થશે રહેણાંક વિસ્તારમાં દિવાળી અને લગ્નપ્રસંગોમાં ફટાકડા ફોડવામાં આવે છે જેથી દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે.
જેથી નક્કર પગલા લેવા માંગ કરી છે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે