Saturday, September 14, 2024
HomeFeatureચોમાસામાં થઈ શકે છે મચ્છરજન્ય બીમારીઓ, બચવા માટે આ બાબતોનું રાખજો ધ્યાન

ચોમાસામાં થઈ શકે છે મચ્છરજન્ય બીમારીઓ, બચવા માટે આ બાબતોનું રાખજો ધ્યાન

ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારીઓ ફેલાય છે. આ બીમારીઓથી બચવા માટે ચોમાસામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ચોમાસા દરમિયાન રોગચાળો ફાટી નીકળે છે. જેમાં ઝાડા-ઉલ્ટી, તાવ, મેલેરિયા જેવી બીમારીઓ લોકોને થાય છે. જેથી ચોમાસામાં આ બીમારીઓથી બચીને રહેવું જોઈએ. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. તેથી લોકોને મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ થાય છે.

જેથી બોટાદના ગઢડાના આરોગ્ય સુપરવાઈઝર ચેતનભાઈ પ્રજાપતિએ મચ્છરજન્ય રોગોથી બચવા કેવા પગલા ભરવા જોઈએ, એ અંગે માહિતી આપી છે.

ચેતનભાઈ પ્રજાપતિએ લોકલ 18ને જણાવ્યું કે, વર્ષ 1897માં આ દિવસે લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના બ્રિટિશ ડૉ. રોનાલ્ડ રોસે માદા એનોફિલિસ મચ્છરની ઓળખ કરી હતી. મલેરિયા આ મચ્છરના કરડવાથી થાય છે. જેથી લોકોએ મચ્છર કરડવાથી થતા રોગો વિશે જાગૃત કરવા અને તેના નિવારણના પગલાં પણ જાણી લેવા જોઈએ.

કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ

મેલેરિયા ફેલાવતા એનોફિલીસ મચ્છરો ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થાય છે.,મચ્છરની ઉત્પત્તિ અટકાવવા પાણી સંગ્રહના પાત્રો અઠવાડિયામાં એકવાર ખાલી કરો, સૂકવીને પછી ભરો.,પાણીના નાના ભરાવા વહેવડાવી દો કે માટીથી પુરાણ કરો.

મોટા પાણીના ભરાવામાં પોરાનાશક ગપ્પી માછલીઓ અવશ્ય મૂકાવો.,ચોમાસામાં નકામા ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબલા, ડબલીમાં વરસાદનું પાણી ભરાવા ના દો.

મચ્છરોથી બચવા આટલું કરીએ પૂરેપૂરું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ. વહેલી સવારે અને સંધ્યા કાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખવા જોઈએ. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવાની ટેવ પાડવી જોઈએ.

નાના બાળકો અને સગર્ભા માતાઓએ સુવા માટે મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. સાંજે ઘરની અંદર લીમડાના પાનનો ધુમાડો કરી મચ્છર ભગાડવા જોઈએ. આ સિવાય જો તાવ હોય તો આરોગ્ય કાર્યકર પાસે લોહીની તપાસ કરાવવી જોઈએ. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા હોય તો, સંપૂર્ણ સારવાર કરાવવી જોઈએ. મેલેરિયાથી અથવા દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!