મોરબી નજીક ટેમ્પરરી રીપેરીંગ કરીને નેશનલ હાઇવેને ટ્રાફિક ક્લિયર કરાવવા તાબડતોબ શરૂ કરાયો

સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફથી કચ્છમાં જવા માટેનો મુખ્ય નેશનલ હાઇવે મોરબી જિલ્લામાંથી પસાર થાય છે અને આ નેશનલ હાઇવે ઉપરથી મંગળવારે સવારે 10:00 વાગ્યાથી મચ્છુ નદીના પાણી વહેવા લાગ્યા હતા જેના કારણે આ નેશનલ હાઈવે રોડ તૂટી ગયો હતો અને આ નેશનલ હાઈવે રોડનું તાત્કાલિક તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

ગઇકાલે બપોરના બે વાગ્યાથી સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફથી કચ્છમાં આવવા અને જવા માટેનો મુખ્ય નેશનલ હાઇવે રોડ કે જે મોરબી જિલ્લાના માળિયા પાસેથી પસાર થાય છે તેને શરૂ કરી દેવામાં આવ્યો છે જોકે હાલમાં ટેમ્પરરી રીપેરીંગ કામ કરીને નેશનલ હાઈવે રોડને ટ્રાફિક ક્લિયર કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે પરંતુ ભવિષ્યમાં આ રોડનું યોગ્ય રીતે સમારકામ કરવા માટે થઈને ફરી પાછો બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.

error: Content is protected !!
Exit mobile version