મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી ત્યારથી ત્યાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી ન હતી જો કે, મોરબી પાલિકામાં હાલમાં ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે.
ઝૂલતા પુલની દુર્ઘટના પછી મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ પાલિકામાં કોઈ કાયમી ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ ન હતા જો કે, ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી રૂટિન કામ કરવામાં આવતું હતું
જો કે, પાલિકાને લગતા પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી વધવા લાગ્યા હતા તેવામાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા મોરબી ડેપ્યુટી કલેકટર તરીકે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીની ફરજ બજાવતા કુલદીપસિંહ વાળાને મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે જેથી કરીને હવે લોકોની સુખકારીમાં વધારો થાય અને પ્રશ્ર્નોનો સમયસર નિકાલ કરવામાં આવે તેવી આશા લોકોને જાગી છે.