સ્વ.ઉદયસિંહજી જાડેજા પરિવારનું મુખ્ય દાતા તરીકેનું જાજરમાન સન્માન કરાયું
મોરબી ખાતે મહારાણી વિજયકુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવનનું મોરબી ખાતે મહારાજકુમારી રૂક્ષ્મણીદેવી (નામદાર મીરાબાપા સાહેબ) ના હસ્તે આ સમાજભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે ન્યૂ પેલેસની બાજુમાં સમાજ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.આ સમાજ ભવન માટે મહારાણી વિજયકુંવરબા સાહેબે 2 એકર જમીન દાનમાં આપી છે. આજે આ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં મીરાબાપા સાહેબ ઉપરાંત વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલા, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઝાલાવાડ રાજપૂત સમાજના પ્રમુખ રૂદ્રદત્તસિંહ ઝાલા, મોરબી પીઆઈ હુકુમતસિંહ જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાજ ભવનના મુખ્ય દાતા સ્વ.ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની, વવાણીયા મોરબી ) ના સુપુત્રો સર્વે જયુભાભાઈ જાડેજા, દિલુભાભાઈ જાડેજા, અનીરૂધસિંહ જાડેજા, અશ્ર્વિનસિંહ જાડેજા તેમજ વિશ્વરાજસિંહ દિલુભા જાડેજા તરફથી રૂ.2,11,00,000 (બે કરોડ અગિયાર લાખ) નું અનુદાન આપવાનું જાહેર કરેલ છે.
આ ઉપરાંત ડી.એસ.ઝાલા (દેવ સોલ્ટ) તરફથી 1,81,00,000 (એક કરોડ એકયાશી લાખ) ની જાહેરાત કરાઈ છે ત્યારે ઉપરોક્ત દાતાઓ સહિત અન્ય દાતાઓના સન્માન કરાયા હતા આ તકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તરફથી 51 લાખનું અનુદાન જાહેર કરાયું હતું.આ સાથે મોરબી જિલ્લા રાજપૂત સમાજના દરેક ટ્રસ્ટી દ્વારા 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.ત્યારે ટૂંક સમયમાં ભવનના નિર્માણનું કામ શરુ થશે.
આ તકે મોરબી રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ મોરબી રાજપૂત ભવનના નિર્માણ માટે ખુબ મોટા મને બે એકર જમીન નું દાન ( જેની અંદાજીત કિંમત 25 કરોડ રૂ. થાય) આપનાર મોરબી રાજવી પરિવારનો ખુબ ખુબ આભાર માનવા સાથો સાથ જણાવ્યુ હતુ કે પોતે ક્યારેય સાંભળ્યું નથી કે સૌરાષ્ટ્ર જ નહી પણ ગુજરાતમાં પણ કોઇ રાજપૂત સમાજ ભવન નિર્માણમાં સમાજના કોઇ અગ્રણીએ રૂ. બે કરોડ અગીયાર લાખનું દાન આપ્યુ હોય જે ખુબ મોટી રકમનું દાન આપનાર સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવારના સુપુત્રોએ આપવાની જાહેરાત કરી છે.
તેમનો સમાજવતી આભાર વ્યક્ત કરવા સાથે આ જયદીપ પરિવારને તાળીઓથી વધાવી લેવાનું જણાવતા ઉપસ્થિતિ રહેલ રાજપૂત સમાજે તેમને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પરિવાર હરહંમેશ રાજપૂત સમાજના કોઈપણ કાર્યમાં તન મન ધનથી સહકાર આપતો રહયો છે ઉપરાંત મોરબી માળીયા પંથકના અન્ય સમાજના અનેક સેવાકાર્યમાં તેમનું આર્થિક યોગદાન હોય છે..
સાંસદ કેસરિદેવસિંહ ઝાલા જણાવ્યુ હતુ કે 1947 પછી હવે રૈયત માટે રાજવી પરિવારોની કોઇ જવાબદારી રહેતી નથી તેવું નથી આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ મોરબીના પ્રજા વત્સલ રાજવી પરિવારનો પ્રેમ મોરબી અને મોરનીવાસીઓ માટે અકબંધ છે. તેઓ આજે ગમે ત્યાં રહેતા હોય તેમનાં દિલમાં મોરબી હંમેશા ધબકતું રહે છે.
અહીંના સુખ દુ:ખ માં તેઓ હંમેશા મોરબી પડખે રહે છે, પછી તે મોરબીની ગોઝારી મચ્છુ જળ હોનારત હોય કે ઝૂલતાપુલ દુર્ઘટના.પુર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બનનારા રાજપૂત સમાજ ભવનના માધ્યમથી અનેક સમાજ ઉપયોગી કાર્યો થાય તેમજ સમાજમાં પ્રેમભાવ જળવાઈ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
પોતાની ફરજના ભાગ રૂપે પોતે પણ સહકાર આપવા જાહેરાત કરી હતી.કાર્યક્રમમાં મોરબી પંથકના રાજપૂત સમાજના અગ્રણીઓ સહીત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા પ્રમુખ દશુભા ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહીત ટીમે જહેમત ઉઠાવી હતી.